T-20 લીગ: દિલ્હી સામેની મેચમાં અમ્પાયર મેનનના નિર્ણયને લઈને બોલી પ્રિતિ ઝીંટા, BCCI સામે કરી આ માંગ

|

Sep 21, 2020 | 8:11 PM

દુબઇના સ્ટેડીયમ પર રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની સિઝનની બીજી મેચ દરમ્યાન ભરપુર રોમાંચ માણવા મળ્યો હતો, દિલ્હીએ સુપર ઓવરમાં પંજાબને હરાવીને મેચને જીતી હતી. સુપર ઓવરમાં પંજાબની ટીમ માત્ર 2 જ રન બનાવી શકી હતી, જેને દિલ્હીની ટીમે આસાનીથી જ ત્રણ રન બનાવી લઈને મેચને પોતાના નામે કરી લીધી હતી.  જો […]

T-20 લીગ: દિલ્હી સામેની મેચમાં અમ્પાયર મેનનના નિર્ણયને લઈને બોલી પ્રિતિ ઝીંટા, BCCI સામે કરી આ માંગ

Follow us on

દુબઇના સ્ટેડીયમ પર રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની સિઝનની બીજી મેચ દરમ્યાન ભરપુર રોમાંચ માણવા મળ્યો હતો, દિલ્હીએ સુપર ઓવરમાં પંજાબને હરાવીને મેચને જીતી હતી. સુપર ઓવરમાં પંજાબની ટીમ માત્ર 2 જ રન બનાવી શકી હતી, જેને દિલ્હીની ટીમે આસાનીથી જ ત્રણ રન બનાવી લઈને મેચને પોતાના નામે કરી લીધી હતી.  જો કે આ મેચને લઈને હવે વિવાદ સર્જાયો છે. મેદાન પરના અમ્પાયર નિતીન મેનનના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુક્યો છે. આ વિવાદીત મામલે હવે કિંગ્સ ઈલેવન પંજાબની ભાગીદાર માલિક પ્રિતી ઝીંટા પણ બોલી ઉઠી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રિતી ઝીંટાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે, મેં મહામારીના સમય દરમ્યાન પણ ઉત્સાહ પુર્વક યાત્રા કરી હતી, 6 દિવસ ક્વોરન્ટાઈન પણ રહી અને 5 વખત કોરોના અંગેનો ટેસ્ટ પણ હસતા હસતા કરાવ્યો હતો. પરંતુ એક શોર્ટ રનથી મને ખુબ લાગી આવ્યુ છે. ટેકનોલોજી હોવાનો શું મતલબ, જ્યારે તેનો કોઈ ઉપયોગ કરવામાં ના આવે. આ સમય છે કે બીસીસીઆઈ નવા નિયમ લાવે, આવુ દરેક વર્ષે ના થાય. અમ્પાયર નિતિન મેનનો નિર્ણય 158 રનના લક્ષ્યનો પિછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબે લડત આપી હતી. પંજાબની ટીમ મુશ્કેલ સ્થિતીમાં પોતાની ઈનિંગની રમતમાં પસાર થઈ રહી હતી, આવા સમયે ઓપનર મયંક અગ્રવાલે એક શાનદાર રમત દાખવી અને ટીમને લક્ષ્યના નજીક પહોંચાડી દીધી હતી. પંજાબને એક સમયે જીતવા માટે 10 બોલમાં 21 રનની જરુર હતી. કાગિસો રબાડાના બોલ પર મયંક અગ્રવાલ મિડ ઓન પર બોલ ફટકાર્યો હતો અને બે રન માટે દોડતા મંયક અને ક્રિસ જોર્ડને આસાની થી પુરા કરી લીધા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે મેચની સ્થિતી અહી જ બદલાઈ ગઈ હતી. જ્યારે જોર્ડન પહેલા રન માટે દોડીને સ્ટ્રાઈકર એંડ પર પહોંચ્યો હતો. પણ આરન માટે અમ્પાયર નિતિન મેનને આ ને શોર્ટ રન જાહેર કર્યો હતો. જેને લઈને હવે પંજાબને બે ના બદલે માત્ર એક જ રન મળ્યો હતો. જ્યારે ટીવી સ્ક્રીન પર બેટ ક્રીઝને પાર જોવા મળતુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article