T-20 લીગ: ચેન્નાઈની એક્સપ્રેસ શરુઆત છતાં 10 રને હાર, KKRના બોલરોએ મેચમાં દમ દાખવતા જીત મેળવી

|

Oct 07, 2020 | 11:50 PM

અબુધાબીમાં ટી-20 લીગની તેરમી સિઝનની 21મી મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે કલક્તાએ 10 વિકેટ ગુમાવીને 167 રન કર્યા હતા. જેને ચેન્નાઇની ટીમે પીછો કરતા પાંચ વિકેટ ગુમાવીને 157 રન કરીને મેચને ગુમાવી […]

T-20 લીગ: ચેન્નાઈની એક્સપ્રેસ શરુઆત છતાં 10 રને હાર, KKRના બોલરોએ મેચમાં દમ દાખવતા જીત મેળવી

Follow us on

અબુધાબીમાં ટી-20 લીગની તેરમી સિઝનની 21મી મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે કલક્તાએ 10 વિકેટ ગુમાવીને 167 રન કર્યા હતા. જેને ચેન્નાઇની ટીમે પીછો કરતા પાંચ વિકેટ ગુમાવીને 157 રન કરીને મેચને ગુમાવી હતી. ચેન્નાઈએ હાથમાં આવેલી મેચ અંતમાં 10 રને ગુમાવી દેતા હાર થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

ચેન્નાઇ સુપર કિંગ્સની બેટીંગ

શેન વોટ્સને સતત બીજી મેચમાં સારો દેખાવ કર્યો હતો. ગત મેચમાં અણનમ રહેનારા વોટસને ફરી એકવાર અડધી સદી ફટકારી. મેચમાં ચેન્નાઈને સારી શરુઆત તેમણે કરાવી હતી. જો કે બીજા ઓપનર ફાફ ડુ પ્લેસીસ 10 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. અંબાતી રાયડુએ 27 બોલમાં 30 રન બનાવ્યા હતા. જો કે મહેન્દ્રસિંહ ધોની આજે બેટીંગના મામલામાં ઓછા સ્કોરે પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. ધોનીને 11 રનના સ્કોર પર ચક્રવર્તીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. 99 રન સુધી એક જ વિકેટ પડવાને લઈને એક સમયે ચેન્નાઈ મજબુત સ્થિતીમાં હતુ. પરંતુ ટીમના 100 રન સ્કોરબોર્ડ બાદ સ્થિતી લડખડાવા લાગી હતી. 101 ઓવરે ત્રીજી વિકેટ, 129 રને ચોથી વિકેટ  અને 129 રને જ પાંચમી વિકેટ સેમ કુરનની આઉટ થઈ હતી. આમ એક સમયે આસાની જીત તરફ આગળ વધતી ચેન્નાઈની ટીમ ધીમી પડતા મેચ અંતિમ ઓવર સુધી પહોંચી ગઇ હતી. આમ ચેન્નાઇએ સારી સ્થિતી હોવા છતાં અંતમાં મેચને ગુમાવી દીધી હતી.

 

કલકત્તા નાઇટ રાઇડર્સની બોલીંગ

કોલકત્તાએ એક સારી બોલીંગ સંતુલન જોવા મળ્યુ હતુ. તમામ બોલરોએ એક સાગમટે પ્રયાસ કર્યો હોય તેવી બોલીંગ પારી જોવા મળી હતી. કલક્તાના હાથમાંથી એક સમયે સરકતી જતી મેચ બોલરો સારી બોલીંગ સાથે મેચને પરત ખેંચી લાવ્યા હતા. આંદ્રે રસેલે બે ઓવર ઓવર નાંખી હતી અને તેણે 18 રન આપી એક વિકેટ ઝડપી હતી. શિવમ માવીએ 10 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 28 રન આપી એક વિકેટ, કમલેશ નાગરકોટીએ ત્રણ ઓવરમાં 21 રન આપી એક વિકેટ અને સુનિલ નરેને ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કલકત્તા નાઈટ રાઇડર્સની બેટીંગ

સતત ચાર મેચમાં ફ્લોપ રહેલા સુનિલ નરેનને પાછળના ક્રમે કર્યો હતો. તેની જગ્યાએ રાહુલ ત્રિપાઠી અને ઓપનર તરીકે શુભમન ગીલ સાથે રમતમાં મોકલ્યો હતો. રાહુલ ત્રિપાઠીએ ક્રિઝ પર જમાવટ કરી હતી અને 51 બોલમાં જ 81 રન ફટકાર્યા હતા. તેણે ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ શુભમન ગીલ ઓછા સ્કોર પર પેવેલીયન પહોંચ્યો હતો. શુભમન 11 રન કરીને શાર્દુલ ઠાકુરના બોલ પર આઉટ થયો હતો. કલકત્તાનો બીજો ખેલાડી નિતિશ રાણા પણ માત્ર નવ રન બનાવીને શર્માનો શિકાર થઇ આઉટ થયો હતો. જ્યારે ત્રીજી વિકેટના રુપમાં સુનિલ નરેન 9 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. ઇયોન મોર્ગન પણ માત્ર સાત રન જ બનાવીને આઉટ થયા હતા. તે ઠાકુરની બોલ પર ધોનીને હાથ ઝડપાયો હતો. આન્દ્રે રસાલ પણ બે રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન દિનેશ કાર્તિક પણ 12 રન બનાવીને પેવેલીયન પરત ફર્યો હતો. કમલેશ નાગરકોટી શુન્યમાં આઉટ થયો હતો. પૈટ કમિન્સ 17 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સની બોલીંગ

ચેન્નાઇ બુધવારે કલક્તા સામે એક સારા બોલીંગ પ્રદર્શનને દર્શાવ્યુ હતુ. જેને પરીણામે કલકત્તાને 20 ઓવરમાં ઓલ આઉટ કરી શકાયુ હતુ. ડ્વેન બ્રાવોએ ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં બે વિકેટ તો તેણે અંતિમ વીસમી ઓવર દરમ્યાન ઝડપી હતી. તેણે 37 રન આપ્યા હતા. સેમ કુરન, શાર્દુલ ઠાકર અને કર્ણ શર્મા આ ત્રણની ત્રિપુટીએ આજે કલકત્તાને જાણે કે નિયંત્રણાં રાખ્યુ હતુ. આ ત્રિપુટીએ રનની બાબતમાં પણ કરકસર કરવા સાથે 2-2 વિકેટ ઝડપી હતી. ચાર ઓવરમાં કુરને 26, શાર્દુલે 28 અને શર્માએ 25 રન આપ્યા હતા. દીપક ચાહર આજે ખર્ચાળ સાબિત થયો હતો, તેણે ચાર ઓવરમાં 47 રન આપ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article