T-20: કેએલ રાહુલે સચિન તેંડુલકરનો આઠ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, ભારતીય ખેલાડી તરીકે પ્રથમ ક્રમાંક પર પહોંચ્યો

|

Sep 25, 2020 | 8:28 AM

ટી-20 લીગની તેરમી સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબની જોરદાર બેટીંગ ઇનીંગ્સથી ટી-20 ના ફેન્સને અનેક પ્રકારે આનંદ માણવાનો સંતોષ થયો હતો. ચોગ્ગા છગ્ગાનો વરસાદ જ નહી પણ ટી-20 લીગમાં પ્રથમ સદી અને મોટા તફાવત થી વિજેતા થતી ટીમ ને જોવાનો રોમાંચ પણ જબરદસ્ત હતો. જોકે વાત છે પંજાબના કેપ્ટન કેલ રાહુલની, રાહુલે મેચને રોમાંચ ભરી જ […]

T-20: કેએલ રાહુલે સચિન તેંડુલકરનો આઠ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, ભારતીય ખેલાડી તરીકે પ્રથમ ક્રમાંક પર પહોંચ્યો

Follow us on

ટી-20 લીગની તેરમી સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબની જોરદાર બેટીંગ ઇનીંગ્સથી ટી-20 ના ફેન્સને અનેક પ્રકારે આનંદ માણવાનો સંતોષ થયો હતો. ચોગ્ગા છગ્ગાનો વરસાદ જ નહી પણ ટી-20 લીગમાં પ્રથમ સદી અને મોટા તફાવત થી વિજેતા થતી ટીમ ને જોવાનો રોમાંચ પણ જબરદસ્ત હતો. જોકે વાત છે પંજાબના કેપ્ટન કેલ રાહુલની, રાહુલે મેચને રોમાંચ ભરી જ બનાવી સાથે જ અનેક રેકોર્ડઝ પણ પોતાને નામ કર્યા હતા. જેમાં આઠ વર્ષ જુનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો હતો. ભારતીય ખેલાડી તરીકે માસ્ટર બ્લાસ્ટર સચિનનો એ રેકોર્ડ ઝડપી 2000 રન ટી-20 લીગમાં પુરા કરવાનો હતો. જે હવે રાહુલને નામે થઇ ચુક્યો છે. આઠ વર્ષ અગાઉ તેંડુલકરે મુંબઇ ઇન્ડિયન્સ ની ટીમ વતી રમતા, 63 ઇનીંગ્સમાં 2000 રન પુરા કર્યા હતા.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

28 વર્ષના કેએલ રાહુલે પંજાબ ઇલેવન વતી રમતા 2000 રનનો મુકામ માત્ર 60 ઇનીંગ્સમાં જ હાંસલ કર્યો છે. ટી-20 લીગમાં જોકે આમ તો ઝડપી 2000 રન કરવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલ ના નામે છે. જેણે માત્ર 48 ઇનીંગસમાં જ આ આંકડાને પાર કરી લીધો હતો. રાહુલ પાછળની બે સિઝનથી પંજાબની ટીમથી રમી રહ્યો છે. પંજાબ દ્રારા આ તેની ત્રીજી સીઝન છે. રાહુલે પાછળની બે સિઝનમાં પણ ખુબ સરસ બેટીંગ કરી છે, જેને લઇને હવે તે આ રેકોર્ડ સુધી પહોંચી શક્યો છે.

રાહુલે વર્ષ 2018 માં 659 રન અને વર્ષ 2019 માં 593 રન બનાવ્યા હતા. વર્ષ 2016 માં 397 રન કર્યા હતા. જ્યારે વર્ષ 2017માં ઇજા થવાને લઇને સિઝન થી દુર રહેવુ પડ્યુ હતુ. રાહુલે અત્યાર સુધીની 60 પારીમાં 44.37 ની સરેરાશ અને 140.22 ના સ્ટ્રાઇક રેટ થી 2130 રન બનાવ્યા હતા. આ સફરમાં તેણે 02 સદી અને 16 અર્ધ શતક પણ નોંધાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article