T-20: પાંચ વિકેટ ઝડપનારો કલક્તાનો આ બોલર આર્કિટેક છોડી ક્રિકેટમાં હાથ અજમાવતા સફળ થયો, જાણો વરુણની કહાની

|

Oct 25, 2020 | 3:34 PM

અબુધાબીમાં રમાયેલી ટી-20 લીગની 42 મી મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે દિલ્હી કેપીટલ્સને 59 રનથી હરાવી હતી. જીતના હીરો રહેલા વરુણ ચક્રવર્તી, જેણે 4 ઓવરના સ્પેલમાં ફક્ત 20 રન આપીને 5 વિકેટ ઝડપી. વરુણને મેન ઓફ ધી મેચનો પુરસ્કાર પણ મળ્યો. બોલરે પોતાના પરફોમન્સને લઇને તેનો શ્રેય કેટલાંક લોકોને આપ્યો. તેમણે બતાવ્યુ હતુ કે કેમ […]

T-20: પાંચ વિકેટ ઝડપનારો કલક્તાનો આ બોલર આર્કિટેક છોડી ક્રિકેટમાં હાથ અજમાવતા સફળ થયો, જાણો વરુણની કહાની

Follow us on

અબુધાબીમાં રમાયેલી ટી-20 લીગની 42 મી મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે દિલ્હી કેપીટલ્સને 59 રનથી હરાવી હતી. જીતના હીરો રહેલા વરુણ ચક્રવર્તી, જેણે 4 ઓવરના સ્પેલમાં ફક્ત 20 રન આપીને 5 વિકેટ ઝડપી. વરુણને મેન ઓફ ધી મેચનો પુરસ્કાર પણ મળ્યો. બોલરે પોતાના પરફોમન્સને લઇને તેનો શ્રેય કેટલાંક લોકોને આપ્યો. તેમણે બતાવ્યુ હતુ કે કેમ તેઓ 2015માં આર્કિટેક છોડીને ક્રિકેટમાં આવવાનો પ્લાન બનાવ્યો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વરુણ ચક્રવર્તીએ કહ્યુ  કે, મે શ્રેયસ ઐયરની વિકેટને ખુબ એન્જોય કરી છે. મને બતાવવામાં આવ્યુ હતુ કે મારે નાના એન્ડથી બોલીંગ કરવાની છે. તો મારે બોલને વિકેટ ટુ વિકેટ જ કરવી જરુરી હતી. હું મારી માતાપિતા અને મંગેતર નેહાનો આભાર માનું છું. મે મારી સ્પિન બોલીંગની શરુઆત વર્ષ 2018ના વર્ષમાંથી શરુ કરી હતી.

હું આ વર્ષે કમબેક કરીને ખુબ ખુશ છુ. મને મારી આસપાસ ના લોકોથી જ મને મોટિવેશન મળી રહ્યું છે. વર્ષ 2015 ની આસપાસ, હું જ્યારે વધારે પૈસા નહોતો કમાઇ રહ્યો. ત્યારે એ સમયે હું ફ્રી લાંન્સીંગ કરી રહ્યો હતો. હું પોતાની જરુરીયાતોને પણ પુરી કરી શકતો નહતો. બસ આ વિચારને લઇને જ મેં ક્રિકેટ તરફ પોતાની દિશા કરી હતી. જોકે આર્કીટેકનુ કામ હુજ પણ કરતો રહું છું.

વરુણ ચક્રવર્તી પહેલા એક આર્કીટેકટ નો વ્યવસાય કરતા હતા અને તેનો અભ્યાસ પણ કર્યો હતો. જોકે ક્રિકેટના પ્રત્યે તેમનો પેશન હોવાને લઇને તેમણે તેની તે નોકરી પણ છોડી દીધી હતી અને ક્રિકેટ ર ફોકસ કરવાનુ શરુ કરી દીધુ હતુ. વરુણની મહેનત રંગ લાવી હતી ને વર્ષ 2018માં જ તેનું કિસ્મત પલટાયુ હતુ.

જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે તેને 8.04 કરોડના ખર્ચે પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. તે સિઝનમાં વરુણને વધારે રમવાનો મોકો નહોતો મળ્યો અને તે પોતાની છાપને છોડવા માટે અસફળ રહ્યો હતો. પરંતુ કેકેઆર એ તેને આ વર્ષ માટે રમતા તેમે સૌ કોઇને પ્રભાવિત કર્યા છે. તે ટી-20 લીગમાં રમેલી 10 મેચમાં 12 વિકેટ ઝડપી ચુક્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 3:30 pm, Sun, 25 October 20

Next Article