T-20: જાણો કઇ ટીમે સિઝન 2020માં કેટલા લગાવ્યા છગ્ગા, સૌથી વધુ મુંબઇ, ઓછા બેંગ્લોરના ખેલાડીઓના

|

Nov 11, 2020 | 10:48 PM

ટી-20 લીગનુ સફળ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ, આ વખતે પણ મેચનો રોમાંચ ક્રિકેટ ફેંસ પર સવાર હતો. કોવિડ 19 ના કારણે અનેક પ્રકારના બદલાવ મેદાન પર જોવા મળ્યા હતા. દર્શકોની હાજરી પણ સ્ટેડીયમમાં નહોતી. આમ છતાં પણ ખેલાડીઓ અને ટીમોના ઉત્સાહ પણ ચરમસીમા પર રહ્યો હતો. અનેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ટી-20 લીગ […]

T-20: જાણો કઇ ટીમે સિઝન 2020માં કેટલા લગાવ્યા છગ્ગા, સૌથી વધુ મુંબઇ, ઓછા બેંગ્લોરના ખેલાડીઓના

Follow us on

ટી-20 લીગનુ સફળ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ, આ વખતે પણ મેચનો રોમાંચ ક્રિકેટ ફેંસ પર સવાર હતો. કોવિડ 19 ના કારણે અનેક પ્રકારના બદલાવ મેદાન પર જોવા મળ્યા હતા. દર્શકોની હાજરી પણ સ્ટેડીયમમાં નહોતી. આમ છતાં પણ ખેલાડીઓ અને ટીમોના ઉત્સાહ પણ ચરમસીમા પર રહ્યો હતો. અનેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ટી-20 લીગ એટલે કે એટલે કે ફટાફટ ક્રિકેટમાં ચોગ્ગા અને છગ્ગા નો વરસાદ ના થાય તો ફીક્કુ ફીક્કુ લાગે છે. જોકે દરેક વખતની જેમ આ વખતે પણ મોટા અને લાંબા શોટ્સ ખુબ જોવા મળ્યા હતા. અનેક વાર બોલ પણ સ્ટેડીયમની બહાર પડતો પણ જોવા મળતો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટી-20 લીગની 13 મી સિઝનમાં છગ્ગા લગાવવાના મામલામાં દરેક ટીમે ખુબ જોર લગાવ્યુ છે. પરંતુ જે ટીમ તરફ સૌથી વધુ છગ્ગા લગાવાયા હતા તે ટીમ પણ મુંબઇ ઇન્ડિયન્સ રહી હતી. ટી-20 લીગ 2020 નુ ટાઇટલ જીતનારી મુંબઇ ની ટીમે આ સિઝનમાં 137 છગ્ગા લગાવ્યા હતા. તો વળી બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સની ટીમ રહી હતી. હા, રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી પરંતુ, આ ટીમના ખેલાડીઓએ મોટા શોટ્સ રમવામાં કોઇ જ કસર છોડી નહોતી.

સિઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવવામાં ત્રીજા નંબર પર રહેવા વાળી ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ રહી હતી. તો વળી આ વર્ષની ઉપ વિજેતા ટીમ દિલ્હી તરફ થી પણ 88 છગ્ગા લગાવાયા હતા. કેકેઆર તરફ થી આ સિઝનમાં 98 છગ્ગા લગાવાયા હતા. વિરાટ કોહલીની ટીમ એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં 66 છગ્ગા લગાવ્યા હતા. તો તેની સામે ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓએ 75 છગ્ગા લગાવ્યા હતા.

 

 

ટી-20 લીગ 2020 માં કઇ ટીમે લગાવ્યા કેટલા છગ્ગા.

 

મુંબઇ ઇન્ડિયન્સઃ 137 છગ્ગા

રાજસ્થાન રોયલ્સઃ 105 છગ્ગા

કિંગ્સ ઇલેવન પંજાબઃ 98 છગ્ગા

દિલ્હી કેપીટલ્સઃ 88 છગ્ગા

કલકત્તા નાઇટ રાઇડર્સઃ 86 છગ્ગા

સનરાઇઝર્સ હૈદરાબાદઃ 79 છગ્ગા

ચેન્નાઇ સુપર કિંગ્સઃ 75 છગ્ગા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 66 છગ્ગા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Published On - 10:46 pm, Wed, 11 November 20

Next Article