T20: ક્રિકેટ માટે ઓસ્ટ્રેલિયન ટીમના ભુતપૂર્વ સ્પિનર ​​શેન વોર્ને આપ્યું નવું સૂચન, મેચમાં એક બોલરને ઓછામાં ઓછી 5 ઓવર ફેંકવાનો નિયમ લાગુ કરો, IPLની આ સિઝનથીજ શરૂ કરવા માગ

|

Sep 18, 2020 | 7:50 PM

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને T20 ક્રિકેટ માટે ઓસ્ટ્રેલિયન ટીમના ભુતપૂર્વ સ્પિનર અને મહાન ખેલાડી ​​શેન વોર્ને એક નવું સૂચન આપ્યું છે. આ પૂર્વ ખેલાડીએ કહ્યું છે કે T20 મેચમાં એક બોલરને ઓછામાં ઓછી 5 ઓવર ફેંકવાનો નિયમ લાગુ થવો જોઈએ. શેન વોર્ને કહ્યું છે કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો અમલ થાય તે પહેલાં તેને ઇન્ડિયન […]

T20: ક્રિકેટ માટે ઓસ્ટ્રેલિયન ટીમના ભુતપૂર્વ સ્પિનર ​​શેન વોર્ને આપ્યું નવું સૂચન, મેચમાં એક બોલરને ઓછામાં ઓછી 5 ઓવર ફેંકવાનો નિયમ લાગુ કરો, IPLની આ સિઝનથીજ શરૂ કરવા માગ
https://tv9gujarati.in/t-20-cricket-maa…-over-madvi-joie/

Follow us on

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને T20 ક્રિકેટ માટે ઓસ્ટ્રેલિયન ટીમના ભુતપૂર્વ સ્પિનર અને મહાન ખેલાડી ​​શેન વોર્ને એક નવું સૂચન આપ્યું છે. આ પૂર્વ ખેલાડીએ કહ્યું છે કે T20 મેચમાં એક બોલરને ઓછામાં ઓછી 5 ઓવર ફેંકવાનો નિયમ લાગુ થવો જોઈએ. શેન વોર્ને કહ્યું છે કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો અમલ થાય તે પહેલાં તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં તેની આ સલાહ મુજબના નિયમને અપનાવવો જોઇએ. આ માટે તેમણે બીસીસીઆઈના ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પાસે પણ માગ કરી છે.

ટેસ્ટ ક્રિકેટમાં 700 થી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના એકમાત્ર બોલર શેન વોર્ને હાલમાં જ એક ટ્વિટ કર્યું છે અને જેમાં તેમણે બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલી અને આઈસીસીના ટ્વિટર હેન્ડલને ટેગ કરતા લખ્યુ છે કે, “મારા સૂચન પર ખૂબ જ રીપ્લાય ચાહકો તરફ થી આપવામાં આવી રહ્યા છે, T20 ક્રિકેટમાં, દરેક બોલર માટે વધુમાં વધુ 5 ઓવર મળે તે નિયમ હોવો જોઈએ! ચાલો જલ્દીથી તેને અપનાવી લઈએ! કદાચ આપણે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલની શરૂઆત કરી શકીએ. “

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમજ T20 લીગ ક્રિકેટમાં, એક ખેલાડીને 4 ઓવર કરવાની છૂટ છે. વોર્ન જોકે ઈચ્છે છે કે T20 ક્રિકેટમાં બોલરને પાંચ ઓવર કરવા દેવામાં આવે. ઘણા ચાહકો વોર્નના આ વિચારને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેની વિરુદ્ધ પણ છે. તેના સમર્થનમાં, એક પ્રશંસકે તેના સુચન પર ટિપ્પણી કરી છે કે આ બોલ અને બેટની રમતને સંતુલિત કરી દેશે.

6 બેટ્સમેન, વિકેટકીપર અને 4 બોલરો રમશે અને બોલર જે સારી બોલિંગ કરશે તે બેટિંગ ટીમને દબાણમાં લાવશે. તો વળી જેઓ આ નિયમની વિરુદ્ધ છે તેઓ કહે છે કે ઓલરાઉન્ડરોનું શું થશે જો આ સલાહ અનુસરવામાં આવશે તો, જે દરેક ટીમમાં ઓછામાં ઓછો એક ખેલાડી રમે છે, જેને તેમના ક્વોટાની ઓવર મળે છે અને સાથે સાથે સમય મુજબ યોગ્ય બેટિંગ પણ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:22 pm, Wed, 9 September 20

Next Article