T-20: અમારે જીતવુ જ પડશે, અમે જીતીશુ જ, ચેન્નાઇની સ્થિતિથી રવિન્દ્રસિંહ જાડેજાનુ દર્દ છલકાયું

|

Oct 23, 2020 | 10:27 AM

ત્રણ વાર ટી-20 લીગ ની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટની હાલની સિઝનમાં સ્થિતી કંગાળ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમી રહેલી ચેન્નાઇ આઠ વાર ટી-20 લીગની ફાઇનલ સુધી પહોંચી ચુકી હતી.  પરંતુ વર્ષ 2020 તેને માટે જાણે કે કમનસિબ સાબીત થઇ રહ્યુ છે. ટીમે અત્યાર સુધી રમેલી દશ પૈકીની સાત મેચ હારી ચુકી છે.  પોઇન્ટ ટેબલમાં ટીમની સ્થિતી જાણે કે ખુબ જ ખરાબ છે,જેના કારણે તે આઠેય ટીમોમાં તળીયાનુ સ્થાન ધરાવે છે. ચેન્નાઇના ખરાબ પ્રદર્શનને લઇને હવે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિનદ્રસિંહ જાડેજા એ પોતાની વાતને સોશિયલ મિડીયા પર પોતાની વાતને રજુ કરી છે. Web Stories View more ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય […]

T-20: અમારે જીતવુ જ પડશે, અમે જીતીશુ જ, ચેન્નાઇની સ્થિતિથી રવિન્દ્રસિંહ જાડેજાનુ દર્દ છલકાયું

Follow us on

ત્રણ વાર ટી-20 લીગ ની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટની હાલની સિઝનમાં સ્થિતી કંગાળ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમી રહેલી ચેન્નાઇ આઠ વાર ટી-20 લીગની ફાઇનલ સુધી પહોંચી ચુકી હતી.  પરંતુ વર્ષ 2020 તેને માટે જાણે કે કમનસિબ સાબીત થઇ રહ્યુ છે. ટીમે અત્યાર સુધી રમેલી દશ પૈકીની સાત મેચ હારી ચુકી છે. 

પોઇન્ટ ટેબલમાં ટીમની સ્થિતી જાણે કે ખુબ જ ખરાબ છે,જેના કારણે તે આઠેય ટીમોમાં તળીયાનુ સ્થાન ધરાવે છે. ચેન્નાઇના ખરાબ પ્રદર્શનને લઇને હવે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિનદ્રસિંહ જાડેજા એ પોતાની વાતને સોશિયલ મિડીયા પર પોતાની વાતને રજુ કરી છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

રવિન્દ્રસિંહ જાડેજાએ આ સિઝનમાં એ ખેલાડી છે કે જેણે આ ખરાબ રહેલી સ્થિતીમાં પણ ટીમ માટે સંતોષજનક પ્રદર્શન કર્યુ છે. પરંતુ હવે તેનુ દર્દ છલકી ઉઠ્યુ છે, અને તેણે હવે ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સની જીતનુ એલાન કર્યુ છે. જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, અમે જીતી શકીએ છીએ, અમારે જીતવુ જ પડશે. અમે જીતીશુ જ. બતાવી દઇએ કે ટી-20 લીગના ઇતીહાસમાં પ્રથમ વાર પ્લે ઓફની રેસ થી બહાર થવા થી બચવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સે તેની ચારેય મેચને જીતવી પડશે. અને તેની સાથે તેણે અન્ય ટીમોના પરીણામ પર પણ નજર રાખવી પડશે.

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ સ્ટાર ખેલાડીઓ થી ભરેલી છે અને સુપર કિંગ્સ આમ છતાં પણ હાલમાં નબળુ પ્રદર્શન કરી રહી છે. કેપ્ટન ધોની પોતે પણ આશાઓ પ્રમાણે રમત દર્શાવી શક્યા નથી. ચેન્નાઇએ હવે પોતાના આગળના મુકાબલામાં શુક્રવારે ટુર્નામેન્ટના ઇતીહાસની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ નો સામનો કરવાનો છે. જોવાનુ એ રહે છે કે, ચેન્નાઇ મેચમાં હાર સાથે જ પોતાનો દમ તોડી દેશે કે પછી લોકપ્રિય ટુર્નામેન્ટમાં જળવાઇ રહેશે. સારી વાત એ છે લીગ ટી-20 ના પ્રથમ મુકાબલામાં જ ચેન્નાઇ એ મુંબઇ ને પાંચ વિકેટ થી હાર આપી ને તેની શરુઆત કરી હતી તે આત્મવિશ્વાસ શુક્રવારે યાદ રહેશે.

 

Next Article