T-20: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની લીગમાંથી નિવૃત્તિ લેશે ? સવાલોએ સોશિયલ મિડીયા પર મારો ચલાવ્યો

|

Oct 25, 2020 | 2:32 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ હવે તે ટી-20 લીગની રેસમાંથી બહાર થઇ ચુકી છે. હવે તો આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ટીમે બાકીની મેચોને બસ ઔપચારીકતા માટે રમવાની છે. આ સિઝનમાં હજુ પણ ત્રણ મેચ બચી છે. જેના માટે પણ હવે ધોની સ્પષ્ટ કરી ચુક્યા છેકે, હવે ટીમમાં યુવા ખેલાડીઓને જ મોકો આપવામાં આવશે. સાથે જ […]

T-20: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની લીગમાંથી નિવૃત્તિ લેશે ? સવાલોએ સોશિયલ મિડીયા પર મારો ચલાવ્યો

Follow us on

ચેન્નાઇ સુપર કિંગ્સ હવે તે ટી-20 લીગની રેસમાંથી બહાર થઇ ચુકી છે. હવે તો આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ટીમે બાકીની મેચોને બસ ઔપચારીકતા માટે રમવાની છે. આ સિઝનમાં હજુ પણ ત્રણ મેચ બચી છે. જેના માટે પણ હવે ધોની સ્પષ્ટ કરી ચુક્યા છેકે, હવે ટીમમાં યુવા ખેલાડીઓને જ મોકો આપવામાં આવશે. સાથે જ ટીમમાં ઉંમરલાયક ખેલાડીઓને વિદાય આપવાની વાતો પણ થઇ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મુંબઇ ઇન્ડિયન્સ સામે મેચ રમ્યા બાદ એક એ કારણોથી સમાચારોમાં રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોની, કે ધોનીએ હાર્દીક અને કૃણાલ પંડ્યાને પોતાની જર્સી આપી. બંને ભાઇઓએ મેચ પુર્ણ થયા પછી જર્સી સાથે ફોટો પણ પડાવ્યો હતો. આ સિઝનમાં આ બીજો મોકો છે, જ્યારે ધોનીએ પોતાની જર્સી આપી છે. આ પહેલા તેમણે રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને પણ પોતાની જર્સી આપી હતી.

બતાવી દઇએ ધોનીએ 15 ઓગષ્ટ 2020 એ આંતરરાષ્ટ્રીય ટી-20 અને વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. આમ પણ તે ગણાં લાંબા સમય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહેતા હતા. તેણે છેલ્લે ટીમ ઇન્ડિયાની તરફથી વલ્ડ કપ 2019ની સેમીફાઇનલ મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તેણે અર્ધ શતક લગાવ્યુ હતુ. તેના એક વર્ષ બાદ ધોનીએ આખરે ગત ઓગષ્ટમાં જ સન્યાંસ લઇ લીધો હતો.

ધોની ટી-20 લીગની 2020 ની સિઝન દરમ્યાન અસફળ રહ્યો છે. 11 મેચ રમવા છતાં પણ તેના નામે એક પણ અર્ધ શતક નોંધાવાયુ નથી. આ સિઝન તેની ટી-20 લીગની સૌથી ખરાબ વર્ષ તેના કેરીયરનું રહ્યુ છે. જોકે એમ પણ માનવામાં આવે છે કે, ધોની 2021 માં તે આખરી ટુર્નામેન્ટ રમશે. તે માટે જોકે હવે જોકે લાંબો સમય પણ નથી. જોકે તે પોતાનો ફેંસલો જાતે જ કરશે. આમ પણ તે મેદાનની અંદરને બહાર બંને બાજુ નિર્ણયોને લઇને ચોંકાવતા જ આવ્યો છે.

હાર્દીક પંડ્યા અને કૃણાલ પંડ્યા ને ધોનીએ પોતાની જર્સી આપવાને લઇને સોશિયલ મિડીયા પર ચાહકો  પણ પોતાના સવાલો કર્યા હતા. જેમાં પ્રશંસકોએ ધોનીના સંન્યાસ ને લઇને જ પુછ્યુ હતુ.

https://twitter.com/IPL/status/1319693036104732673?s=20

 

https://twitter.com/iamhappian/status/1319816170984202240?s=20

 

 

https://twitter.com/sreedhar_sv/status/1319725501813063681?s=20

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:19 pm, Sun, 25 October 20

Next Article