ટી-20માં ઓસ્ટ્રેલીયા માટે સંતુલીત ભારતીય ટીમ પડકારજનક રહી શકે છે, પુરતા વિકલ્પથી ટીમ ઇન્ડીયાની સ્થિતિ મજબૂત

|

Dec 03, 2020 | 11:10 PM

ત્રણ વન ડે મેચની સીરીઝ ભારતે ગુમાવી દીધી છે પરંતુ, હવે ભારતને ટી-20 સીરીઝ થી આશાઓ ખૂબ છે. શુક્રવાર થી ત્રણ ટી-20 મેચની સીરીઝ રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે ટી-20 સીરીઝ રમાશે. જેમાં ભારત હવે ઓસ્ટ્રેલીયા માટે પડકાર બની શકે છે. ટી-20 ફોર્મેટ માટે ભારત માટે ખૂબજ સંતુલીત ટીમ છે. કોરોના મહામારીથી પહેલા […]

ટી-20માં ઓસ્ટ્રેલીયા માટે સંતુલીત ભારતીય ટીમ પડકારજનક રહી શકે છે, પુરતા વિકલ્પથી ટીમ ઇન્ડીયાની સ્થિતિ મજબૂત

Follow us on

ત્રણ વન ડે મેચની સીરીઝ ભારતે ગુમાવી દીધી છે પરંતુ, હવે ભારતને ટી-20 સીરીઝ થી આશાઓ ખૂબ છે. શુક્રવાર થી ત્રણ ટી-20 મેચની સીરીઝ રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે ટી-20 સીરીઝ રમાશે. જેમાં ભારત હવે ઓસ્ટ્રેલીયા માટે પડકાર બની શકે છે.

ટી-20 ફોર્મેટ માટે ભારત માટે ખૂબજ સંતુલીત ટીમ છે. કોરોના મહામારીથી પહેલા ભારતે 5 મેચની સીરીઝમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ, ટીમનુ મનોબળ ઘણું જ ઉંચુ હશે. વોશિગ્ટન સુંદર, દિપક ચાહર અને વન ડે ક્રિકેટમાં પદાર્પણ કરનારા ટી નટરાજન બોલીંગ આક્રમણને સંતુલીત કરી દેશે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માટે આઇપીએલમાં સુદરે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. કેપ્ટન વિરાટ કોહલીએ તેનો પાવર પ્લે અને વચ્ચેની ઓવરોમાં તેનો ઉપયોગ કર્યો હતો. હાર્દિક પંડ્યા નિયમીત બોલીંગ કરતો નથી. રવિન્દ્રસિંહ જાડેજાના રુપે વન ડેમાં એક માત્ર વિશેષજ્ઞ ઓલરાઉન્ડર હતો.

આઇપીએલની શોધ ગણાતા યોર્કર વિશેષજ્ઞ નટરાજન શુક્રવારે ટી-20 ક્રિકેટમાં પણ ડેબ્યુ કરી શકે છે. જેણે પ્રથમ વન ડે રમતા બે વિકેટ ઝડપીને પ્રભાવિત કર્યા હતા. ઓવલ પીચથી ઝડપી-સ્પિનર બંને બોલરોને મદદ મળી શકશે. જોવાનુ એ છેકે જસપ્રિત બુમરાહ સાથે બોલીંગની શરુઆત કોણ કરશે. મહંમદ શામી કે દિપક ચહર.

બેટીંગમાં કેએલ રાહુલ વન ડેમાં પાંચમા નંબરે રમવા બાદ હવે, શિખર ધવન સાથે ઇનીંગની શરુઆત કરી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં પણ તેણે ઓપનીંગ રમત રમી હતી. આશા છે કે આઇપીએલ વાળુ ફોર્મ તે બરકરાર રાખે, જેમાં તેણે સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.

 

કેપ્ટન કોહલી પણ વન ડે માં ફોર્મમાં જોવા મળ્યો હતો, જે પણ જારી રહેવાની આશા છે. શ્રેયસ ઐયર સારી શરુઆતને મોટી ઇનીંગમાં બદલી નથી શકતો પરંતુ હવે મોટો સ્કોર બનાવવા માંગશે.  

ત્રીજી વન ડેમાં મળેલી જીત ભારતીય ટીમના માટે એક ટોનીક બરાબર કામ કર્યુ છે. બીજી તરફ વન ડે સીરીઝ જીતીને ઓસ્ટ્રેલીયાના હોંસલા બુલંદ છે. સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર હાલમાં ઇજાને લઇને બહાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article