Syed Mushtaq Ali Trophy: રોમાંચક છેલ્લી ઓવરના અંતિમ બોલે છગ્ગા સાથે વડોદરા સેમીફાઇનલમાં પહોંચ્યુ

|

Jan 27, 2021 | 11:18 PM

વિષ્ણુ સોલંકી (Vishnu Solanki) ની તોફાની પારી અને અંતિમ બોલ પર છગ્ગાને સહારે વડોદરા (Baroda) એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) ની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે.

Syed Mushtaq Ali Trophy: રોમાંચક છેલ્લી ઓવરના અંતિમ બોલે છગ્ગા સાથે વડોદરા સેમીફાઇનલમાં પહોંચ્યુ
વડોદરાએ સોલંકીના અણનમ 71 રનના દમ પર હરિયાણા ને આઠ વિકેટ થી હરાવી દીધુ (Photo-BCCI)

Follow us on

વિષ્ણુ સોલંકી (Vishnu Solanki) ની તોફાની પારી અને અંતિમ બોલ પર છગ્ગાને સહારે વડોદરા (Baroda) એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) ની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં વડોદરાએ સોલંકીના અણનમ 71 રનના દમ પર હરિયાણા (Haryana) ને આઠ વિકેટથી હરાવી દીધુ છે. હરિયાણાએ પ્રથમ બેટીંગ કરતા સાત વિકેટે 148 રન બનાવ્યા હતા.  જવાબમાં વડોદરાએ શાનદાર બેટીંગ કરી હતી. અંતિમ ઓવરમાં મેચ વડોદરાના હાથમાંથી સરકતી જતી લાગી રહી હતી પરંતુ, વિષ્ણુ સોલંકીએ અંતિમ ત્રણ બોલમાં છગ્ગા અને ચોગ્ગા લગાવીને ટીમને જીતાડી દીધી હતી. તેણે 41 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ રમત રમી હતી.

વડોદરાના કેપ્ટન કેદાર દેવધરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પરંતુ હરિયાણાના ટોપ ઓર્ડરે શાનદાર બેટીંગ કરી હતી. ચૈતન્ય બિશ્નોઇએ એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદ થી 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. ત્યાં હિમાંશુ રાણાએ 49 અને શિવમ ચૌહાણે 35 રન સાથેની ઉપયોગી રમત રમી હતી. પરંતુ હરિયાણાનો લોઅર ઓર્ડર ખાસ દમ દર્શાવી શક્યો નહોતો. રાહુલ તેવટીયા એ 10 અને સુમિત કુમારે અણનમ 20, અરુણ છપરાના એ 6, રોહિત શર્મા 1 રન જ કરી શક્યા હતા. આમ હરિયાણાએ 148 રન બનાવી શક્યુ હતુ. હરિયાણાના ત્રણ બેટેસમેન રન આઉટ થયા હતા.

149 રનના લક્ષ્યનો પિછો કરતા વડોદરાએ સંભાળીને બેટીંગ કરી હતી. ઓપનર દેવધર એ 43 રન અને સુમિત પટેલ એ 21 રન કર્યા હતાં. પ્રથમ વિકેટ માટે તેઓએ 33 રન જોડ્યા હતાં યુઝવેન્દ્ર ચહલે તેમની ભાગીદારી રમતને તોડી હતી. તેણે પહેલા પટેલને આઉટ કર્યો હતો. દેવધરે બીજી વિકેટ માટે વિષ્ણું સોલંકી સાથે મળીને 68 રન જોડ્યા હતા. જે ભાગીદારીને લઇને ટીમ 100ને પાર પહોંચી ગઇ હતી. ચહલે ખૂબ જ કંજુસાઇ ભરી બોલીંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં એક મેડન ઓવર પણ ફેંકી હતી, 15 રન આપીને તેણે એક વિકેટ ઝડપી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

અંતિમ ત્રણ ઓવરમાં વડોદરા ને જીત માટે 29 રનની જરુરીયાત હતી. જોકે તેની પાસે આઠ વિકેટ હતી. 18મી ઓવરમાં સોલંકી અને અભિમન્યુ સિંહ રાજપૂત માત્ર છ રન લઇ શક્યા હતા. આમ અંતમાં 12 બોલમાં 23 રનની જરુરીયાત રહી હતી. હરિયાણાના કેપ્ટન મોહિત શર્માએ 19 મી ઓવર કરી હતી. તેણે પાંચ જ રન આપ્યા હતા. હવે લાગી રહ્યુ હતુ કે, હરિયાણાં મેચને પોતાના પક્ષે કરી લેશે. અંતિમ ઓવરમાં વડોદરાને 18 રન જરુરી બની ગયા હતા. અંતિમ ઓવર સુમિત કુમાર લઇ આવ્યો હતો, જેમાં તેણે શરુઆતના ત્રણ બોલમાં ફક્ત ત્રણ જ રન આપ્યા હતા. આ દરમ્યાન સોલંકીનો એક કેચ પણ સુમિતે છોડ્યો હતો.

અંતિમ ત્રણ બોલમાં 15 રન, સ્ટ્રાઇક પર સોલંકી હતો. ચોથા ધીમા બોલ પર સોલંકીએ છગ્ગો લગાવી દીધો. પાંચમાં ઓફ સાઇડ બહાર જતા બોલને થર્ડ મેન તરફ ચાર રન માટે મોકલી દીધા. હવે અંતિમ બોલ પર પાંચ રન જરુરી હતા. સુમિતે સ્ટમ્પ લાઇન બોલ નાંખ્યો, જેને હેલિકોપ્ટર શોટ રમતા લોન્ગ ઓન પર છગ્ગો લગાવ્ચો હતો. છગ્ગા સાથે જ વડોદરા અંતિમ ચારમાં પહોંચી ગયુ હતુ.

 

https://twitter.com/BCCIdomestic/status/1354378707226398720?s=20

Next Article