સૈયદ કિરમાણીએ કહ્યુ કીપીંગની બાબતમાં ઋષભ પંત હજુ ‘પારણાંનુ બાળક’ છે, બેટીંગના કર્યા વખાણ

|

Feb 10, 2021 | 8:26 AM

ભારતના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર સૈયદ કિરમાણી (Syed Kirmani) એ ઋષભ પંતને (Rishabh Pant) બેટ્સમેન તરીકે વખાણનો ખજાનો લુટાવી રહ્યા છે. પરંતુ વિકેટકીપરના રુપમાં પંતની તુલના તેઓ પારણાંમાં રહેલા બાળક સાથએ કરી રહ્યા છે.

સૈયદ કિરમાણીએ કહ્યુ કીપીંગની બાબતમાં ઋષભ પંત હજુ પારણાંનુ બાળક છે, બેટીંગના કર્યા વખાણ
કિરમાણીએ ઓસ્ટ્રેલીયામાં તેની બેટીંગને લઇને વખાણ કર્યા હતા.

Follow us on

ભારતના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર સૈયદ કિરમાણી (Syed Kirmani) એ ઋષભ પંતને (Rishabh Pant) બેટ્સમેન તરીકે વખાણનો ખજાનો લુટાવી રહ્યા છે. પરંતુ વિકેટકીપરના રુપમાં પંતની તુલના તેઓ પારણાંમાં રહેલા બાળક સાથે કરી રહ્યા છે. ઓસ્ટ્રેલીયા (Australia) માં ભારતીય ટીમ (Team India) ને ટેસ્ટ સિરીઝ જીતાડવા માટે હિરો રહેલો ઋષભ પંત, બેટીંગને લઇને ખૂબ વખાણ મેળવી રહ્યો છે. જ્યારે વિકેટની પાછળના તેના પ્રદર્શનની આલોચના થતી રહે છે. કિરમાણીનુ પણ આવુ જ માનવુ છે. તેમણે સમાચાર એજન્સી PTI સાથે વાતચીત કરવા દરમ્યાન કહ્યુ હતુ કે, ઋષભ પંત પ્રતિભાનો ખજાનો છે. તે નેચરલ રુપે શોટ રમવા વાળો બેટ્સમેન છે. પરંતુ વિકેટકીપરની રુપે તેણે ખૂબ શિખવાનુ છે, તેણે એ પણ શિખવાનુ છે કે, ક્યારે મોટો શોટ રમવાનો છે. જેમકે એણે ઓસ્ટ્રેલીયામાં કર્યુ હતુંં.

પંતને વિકેટકીપીંગના કેટલાક નુસ્ખા આપતા કિરમાણીએ કહ્યુ હતુ કે, તેણે વિકેટકીપીંગમાં બુનિયાદી ટેકનીકની જરુરિયાત છે, જે તેની પાસે નથી. એક કીપરની ક્ષમતાનો અંદાજો ત્યારે લગાવી શકાય છે, જ્યારે તે સ્ટંપની નજીક ઉભો હોય છે. તે દુનિયાના સૌથી ઝડપી બોલરોની સામે સારી રીતે વિકેટકીપીંગ કરી શકે છે, કારણ કે તેની પાસે પર્યાપ્ત સમય હોય છે. જ્યાં તમે સ્વિગ અને બોલનો ઉછાળ જોઇને તે પ્રમાણે અનુમાન લગાવી શકે છે. ભારત માટે 1976 થી 1986ની વચ્ચે 88 ટેસ્ટ અને 49 વન ડે રમનારા કિરમાણીએ કહ્યુ હતુ કે, બેટ્સમેનના રુપમાં તેણે પરિસ્થીતીઓને ધ્યાને રાખીને રમવુ પડશે.

કિરમાણીનુ માનવુ છે કે, ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરુઆતની પારીમાં પંત એ ખોટા સમયે પોતાની વિકેટ ગુમાવી હતી. પંત એ જે પારીમાં 88 બોલમાં 91 રન બનાવ્યા હતા. આ મેચને 227 રનથી પોતાના નામે કરી લીધી છે. તેમણે કહ્યુ તે, અહી પણ એ જ થયુ, જ્યારે કોઇ બેટ્સમેન 80 રનની આસપાસ પહોંચે છે તો, તેની કોશિષ શતક પુરુ કરવાની હો છે. તેના માટે તે જોખમ લેવાથી બચતો હોય છે. તમે એ નથી કહી શકતા કે, શોટ રમવા એ તમારી નેચરાલીટી છે. તમારે પરિસ્થીતીને અનુકૂળ રમવાનુ હોય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કિરમાણીએ જોકે ઓસ્ટ્રેલીયામાં તેની બેટીંગને લઇને વખાણ કર્યા હતા. જ્યારે સિડનીમાં તેની 97 રનની પારી દ્વારા ભારત મેચને ડ્રો કરાવી શક્યુ હતુંં. બ્રિસ્બેનમાં તેની 89 રનની ઇનીંગથી મેચ અને સિરીઝ જીતવામાં સફળતા રહી હતી. તેમણે કહ્યુ હતુ કે, મને ઓસ્ટ્રેલીયામાં તેની રમત પસંદ આવી, તે સંતુલીત હતો. જ્યાં રક્ષાણત્મક રમતની જરુર હતી, ત્યાં એ રક્ષણાત્મક રમ્યો હતો. જ્યારે આક્રમક રમતની જરુર હતી ત્યાં તે ખુલીને રમ્યો હતો. તેણે દરેક પારીને આ રીતે જ રમવાની જરુર રહેશે, જે અનુભવની સાથે આવશે. તે શિખી રહ્યો છે, હજુ તે યુવા છે.

 

Next Article