Sydney Test: સિરાજ અને બુમરાહને જ્યારે ગાળો અપાઇ તો અંપાયરોએ કહ્યુ હતું મેચ છોડી શકો છો

|

Jan 22, 2021 | 9:39 AM

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે સિડની ટેસ્ટ (Sydney Test) દરમ્યાન જાતિવાદી ટિપ્પણી (Racist Comment) કરવાનો મામલો સામે આવ્યો હતો. કેટલાક દર્શકોએ મહંમદ સિરાજ (Mohammad Siraj) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો.

Sydney Test: સિરાજ અને બુમરાહને જ્યારે ગાળો અપાઇ તો અંપાયરોએ કહ્યુ હતું મેચ છોડી શકો છો
Sydney Test

Follow us on

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે સિડની ટેસ્ટ (Sydney Test) દરમ્યાન જાતિવાદી ટિપ્પણી (Racist Comment) કરવાનો મામલો સામે આવ્યો હતો. કેટલાક દર્શકોએ મહંમદ સિરાજ (Mohammad Siraj) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો. તેને લઇને કેટલાક સમય માટે મેચને પણ રોકી દેવામાં આવી હતી. કેટલાક દર્શકોને સ્ટેડિયમની બહાર નિકાળવામાં આવ્યા હતા, આમ પોલીસ કાર્યવાહી બાદ મેચ ફરીથી શરુ કરાઇ હતી. આ મામલે મહંમદ સિરાજે એક મોટો ખુલાસો કર્યો હતો. તેણે ભારત પહોંચ્યા બાદ સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી કર્યા બાદ, મેદાની અંપાયરોએ ભારતીય ટીમને ત્રીજી ટેસ્ટને વચ્ચે જ છોડી દેવા માટે ઓપ્શન આપ્યુ હતુ. જોકે ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ તેનાથી સાફ ઇન્કાર કરી દીધો હતો.

સિડનીમાં સિરાજ અને બુમરાહ બંનેને લગાતાર બે દિવસ સુધી જાતિવાદી ટિપ્પણીઓનો શિકાર થવુ પડ્યુ હતુ. ત્યાર બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્રારા મેચ રેફરી ડેવિડ બૂનને ફરીયાદ કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ બાદમાં તે માટે માફી પણ માંગી હતી. સિરાજને કેટલાક દર્શકોએ બ્રાઉન મંકી કહ્યુ હતુ. સિરાજ એ કેપ્ટન અજીંક્ય રહાણેને તે અંગેની જાણ કરી હતી, જેમણે મેદાનના અંપાયર પોલ રાયફલ અને પોલ વિલ્સનને તેની જાણકારી આપી હતી. સિરાજે હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યુ હતુ કે, અમે ઓસ્ટ્રેલીયામાં અપશબ્દો સહ્યા હતા. મામલો ચાલી રહ્યો છે. જોઇએ છીએ કે મને ન્યાય મળે છે કે નહી, મારુ કામ કેપ્ટનને આ અંગે જાણ કરવાનુ હતુ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અંપાયરોએ અમને મેચ છોડવાનુ કહ્યુ હતુ. જોકે રહાણે એ કહ્યુ હતુ કે, મેચ નહી છોડીએ. અમે કોઇ ભુલ નથી કરી તો અમે તો રમીશું જ. તેણે કહ્યુ કે દર્શકોનો ખરાબ વર્તાવ તેના માટે સારા પ્રદર્શનનો પ્રેરણા બન્યો હતો. તેના થી હું માનસિક રુપે વધારે મજબૂત થયો હતો. મે રમત પર તેની કોઇ અસર નહોતી પડવા દીધી. ભારત માટે ઓસ્ટ્રેલીયામાં સિરીઝમાં સૌથી વધુ 13 વિકેટ ઝડપવાને લઇને પણ તેણે વાત કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ બાદમાં દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે.

Next Article