Sydney Test:અનિશ્વિતતાઓ વચ્ચે ત્રીજી ટેસ્ટ સિડનીમાં જ રમવાનો નિર્ણય, ચોથી બ્રિસબેનમાં રમાશે

|

Dec 30, 2020 | 12:28 PM

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) એ ભારત સામે ત્રીજી ટેસ્ટ મેચનુ આયોજન સિડની (Sydney)માં જ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથએ જ અટકળો પર વિરામ લાગી ચુક્યો છે કે કોરોનાને લઇને મેલબોર્ન (Melbourne) માં જ ટેસ્ટ રમાશે. કોરોનાને લઇને આવન જાવન પર આકરા નિયંત્રણોને લઇને બ્રિસબેન (Brisbane) માં ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓને મુશ્કેલી થવાની અટકળો હતી. જેથી […]

Sydney Test:અનિશ્વિતતાઓ વચ્ચે ત્રીજી ટેસ્ટ સિડનીમાં જ રમવાનો નિર્ણય, ચોથી બ્રિસબેનમાં રમાશે

Follow us on

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) એ ભારત સામે ત્રીજી ટેસ્ટ મેચનુ આયોજન સિડની (Sydney)માં જ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથએ જ અટકળો પર વિરામ લાગી ચુક્યો છે કે કોરોનાને લઇને મેલબોર્ન (Melbourne) માં જ ટેસ્ટ રમાશે. કોરોનાને લઇને આવન જાવન પર આકરા નિયંત્રણોને લઇને બ્રિસબેન (Brisbane) માં ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓને મુશ્કેલી થવાની અટકળો હતી. જેથી ત્રીજી ટેસ્ટ પણ મેલબોર્નમાં જ રમાડવાનો વિચાર પણ સામે આવ્યો હતો.

ક્રિસસમસ પહેલાજ સિડનીના ઉત્તરીય તટ ક્ષેત્રમાં કોવિડ-19 કેસના પ્રમાણમાં વધારો થવાને લઇને મેલબોર્નને ત્રીજી ટેસ્ટ માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યુ હતુ. CA ના કાર્યકારી સીઇઓ નિક હોકલેના હવાલા થી cricket.com.au. આ અંગેની જાણકારી જારી કરી હતી. હોકલેએ કહ્યુ હતુ કે, કોવિડ-19 મહામારીના વચ્ચે પડકારો હોવા છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયા આંતરરાષ્ટ્રીય સીરીઝનુ આયોજન પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ કરાશે.

ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ક્વિન્સલેન્ડના બ્રિસબેનમાં રમાનારી છે. ક્વિસલેન્ડ પ્રશાસન દ્રારા સિડની થી આવનારા લોકો માટે સીમા પર આકરી પાબંધીઓ લાગુ કરી છે. હોકલેએ કહ્યુ હતુ કે, સિડનીમાં જન સ્વાસ્થ્યની સ્થિતીના આંકલનને લઇને પાછલા સપ્તાહે અમે નિયમિત બેઠક યોજીને ચર્ચા કરી છે. જેમાં દેશભરમાં સીમાઓ પર પાબંધીને લઇને પણ ચર્ચા કરી હતી. અંતમાં અમે નિંર્ણય કર્યો હતો કે, નવા વર્ષની ટેસ્ટ સિડની ક્રિકેટ મેદાન પર જ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પહેલા મહામારીના વધતા પ્રમાણને લઇને ગાબામાં રમાનારી ચોથી ટેસ્ટને લઇને મુશ્કેલીઓ ઉભી થતી લાગી રહી હતી. કારણ કે ક્વિસલેન્ડ સરકાર દ્રારા ગ્રેટર સિડની થી આવનારા લોકો માટે સીમાઓ બંધ કરી દીધી હતી. હોકલેએ કહ્યુ હતુ કે અમને ભરોસો છે કે, સિડની અને બ્રિસબેન બંને ટેસ્ટ મેચ સુરક્ષિત અને સફળતા થી રમવામાં આવશે. અમે ખેલાડીઓ, અધિકારીઓ, સ્ટાફ અને પુરા સમુદાયની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા રાખીએ છીએ. જેના આધારે જ સીરીઝનુ આયોજન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનુસાર કરવા માટે અને સહકાર બદલ ક્વિસલેન્ડ સરકારના પણ આભારી છીએ.

 

Published On - 9:50 am, Wed, 30 December 20

Next Article