હદ કરી દીધી ઓસ્ટ્રેલિયાએ! ધોની-ચહેલને આપ્યા માત્ર 500 ડૉલર, બાકી ખેલાડીઓને બતાવ્યો ઠેંગો, ગાવસ્કરને આવ્યો ગુસ્સો Ind Vs. Aus

|

Jan 19, 2019 | 6:56 AM

ગાવસ્કરે ટીમ ઈન્ડિયાની વનડે જીત બાજ કોઈ ઈનામી રોકડ ન હોવા પર સવાલ ઉઠાવ્યા. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરિઝ અને ત્યારબાદ વનડે સીરિઝ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમે ઓસ્ટ્રેલિયામાં જ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત કોઈ દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતી છે.  આ જીત ટીમ ઈન્ડિયા માટે રેકોર્ડ ઉપરાંત અન્ય રીતે પણ ખાસ […]

હદ કરી દીધી ઓસ્ટ્રેલિયાએ! ધોની-ચહેલને આપ્યા માત્ર 500 ડૉલર, બાકી ખેલાડીઓને બતાવ્યો ઠેંગો, ગાવસ્કરને આવ્યો ગુસ્સો Ind Vs. Aus

Follow us on

ગાવસ્કરે ટીમ ઈન્ડિયાની વનડે જીત બાજ કોઈ ઈનામી રોકડ ન હોવા પર સવાલ ઉઠાવ્યા. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરિઝ અને ત્યારબાદ વનડે સીરિઝ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમે ઓસ્ટ્રેલિયામાં જ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત કોઈ દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતી છે. 

આ જીત ટીમ ઈન્ડિયા માટે રેકોર્ડ ઉપરાંત અન્ય રીતે પણ ખાસ છે જેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું ફોર્મ પાછું જોવા મળ્યું. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે હોસ્ટ એસ્ટ્રેલિયાને આ વાત માટે સંભળાવ્યું કે તેમણે ભારતીય ટીમની ઐતિહાસિક સીરિઝ જીત્યા બાદ કોઈ રોકડ પુરસ્કારની જાહેરાત ન કરી.

ધોનીએ ત્રણ મેચમાં 3 ફીફ્ટી લગાવીને મેન ઓફ ધ સીરિઝનો  ખિતાબ મેળવ્યો પરંતુ રોકડ પુરસ્કારના નામે માત્ર 500 ડૉલર જ મળ્યા. ગાવસ્કરે ઈનામી રકમને લઈને કહ્યું,

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

“ભારતે ઓસ્ટ્રેલિયામાં તેમને પહેલી વખત દ્વિપક્ષીય વનડે સીરિઝમાં 2-1થી હરાવ્યું. મેન ઓફ ધ મેચ યુજવેન્દ્ર ચહલ અને મેન ઓફ ધ સીરિઝ મહેન્દ્રસિંહ ધોનીને મેચ બાદ 500-500 ડૉલર આપવામાં આવ્યા.”

ટીમ ઈન્ડિયાને મળી માત્ર ટ્રોફી, કોઈ રોકડ પુરસ્કરા નહીં

ખેલાડીઓને મળેલી ઈનામી રકમ પણ તેમણે દાનમાં આપી દીધી છે. પૂર્વ બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે માત્ર ટ્રોફી પ્રદાન કરી. ગાવસ્કરે હોસ્ટની આલોચના કરતા કહ્યું,

“500 ડૉલર શું છે, આ શરમજનક છે કે ટીમને માત્ર એક ટ્રોફી મળી છે. શું તેઓ ખેલાડીઓને સારી રકમનું ઈનામ નહોતા આપી શકતા. આખરે ખેલાડીઓ દ્વારા જ સ્પોનર્રસ રમતમાં આટલી રકમ આપતા હોય છે. વિમ્બલન ચેમ્પિયનશીપમાં અપાતી રકમને જુઓ.”

આ  સીરિઝમાં ધોની લાંબા સમય બાદ પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યા. શાનદાર પરંતુ સંવેદનશીલ બેટિંગ કરી. ધોનીએ આ સીરિઝની 3 મેચમાં 50 રન બનાવ્યા પરંતુ પહેલી મેચમાં 96 બોલ્સમાં 52 રન બનાવીને આઉટ થઈ ગયા અને ટીમને ન જીતાડી શક્યા. આ મેચમાં રોહિત શર્માના શાનદાર શતક છતાં પણ ટીમ ઈન્ડિયાને 34 રનોથી હારનો સામનો કરવો પડ્યો.

મેચ બાદ ધોનીની ધીમી બેટિંગની પણ ઘણી આલોચના થઈ. જોકે ટીમ સહિત મોટા ભાગના વિશેષજ્ઞોએ ધોનીની બેટિંગને જરૂરિયાત પ્રમાણેની કહી.

[yop_poll id=672]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article