World Cup 2011 ફાઈનલ ફિક્સિંગના આરોપમાં આ ક્રિકેટરની પોલીસે 6 કલાક સુધી કરી પૂછપરછ

|

Sep 26, 2020 | 4:10 PM

શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિન્દાનંદ અલ્થગામગેના વિશ્વ કપ 2011ની ફાઈનલ મેચ ફિક્સ હોવાના આરોપને લઈ શ્રીલંકા પોલીસે શ્રીલંકન ક્રિકેટર અરવિંદ ડી સિલ્વા સાથે લાંબી પૂછપરછ કરી છે. ડી સિલ્વા તે સમયે શ્રીલંકાની ટીમના ચીફ સિલેક્ટર હતા. અરવિંદ ડી સિલ્વાની સાથે શ્રીલંકા પોલીસે લગભગ 6 કલાક પૂછપરછ કરી. આ પૂછપરછ પછી અરવિંદ ડી સિલ્વાએ કહ્યું કે […]

World Cup 2011 ફાઈનલ ફિક્સિંગના આરોપમાં આ ક્રિકેટરની પોલીસે 6 કલાક સુધી કરી પૂછપરછ

Follow us on

શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિન્દાનંદ અલ્થગામગેના વિશ્વ કપ 2011ની ફાઈનલ મેચ ફિક્સ હોવાના આરોપને લઈ શ્રીલંકા પોલીસે શ્રીલંકન ક્રિકેટર અરવિંદ ડી સિલ્વા સાથે લાંબી પૂછપરછ કરી છે. ડી સિલ્વા તે સમયે શ્રીલંકાની ટીમના ચીફ સિલેક્ટર હતા. અરવિંદ ડી સિલ્વાની સાથે શ્રીલંકા પોલીસે લગભગ 6 કલાક પૂછપરછ કરી. આ પૂછપરછ પછી અરવિંદ ડી સિલ્વાએ કહ્યું કે જો આ મામલે BCCI કોઈ તપાસ કરે છે અને તે માટે ભારત જવું પડશે તો તે તૈયાર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે અરવિંદ ડી સિલ્વા શ્રીલંકાના જાણીતા ખેલાડી છે. તેમને શ્રીલંકા માટે 93 ટેસ્ટ મેચ અને 308 વન-ડે મેચ રમી છે. 1996માં જ્યારે શ્રીલંકાની ટીમે વિશ્વ કપ જીત્યો હતો તો ફાઈનલમાં ‘મેન ઓફ ધ મેચ’ અરવિંદ ડી સિલ્વા જ હતા. પૂછપરછની આ કડીમાં આગળનો નંબર ઉપુલ થરંગાનો છે. ઉપુલ થરંગાએ 2011ની વિશ્વકપ ફાઈનલ મેચ રમી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે 2011 વિશ્વકપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 275 રનનો લક્ષ્યાંક ભારતની સામે રાખ્યો હતો. ભારતે 4 વિકેટ ગુમાવીને વિશ્વ કપની ફાઈનલ મેચ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીતી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:00 am, Wed, 1 July 20

Next Article