BCCI: સૌરવ ગાંગુલીની ટીમ જય શાહ ઇલેવન સામે હારી, મોટેરામાં રમાઇ હતી ફ્રેંન્ડલી મેચ

|

Dec 24, 2020 | 7:52 AM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સભ્યો વચ્ચે એક ફ્રેન્ડલી મેચ ( Friendly Match) રમાઇ હતી. અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ (Sardar Patel Motera Stadium) ખાતે રમાયલી આ મેચમાં જય શાહ (Jai Shah) ની કેપ્ટનશીપ વાળી ટીમ વિજેતા બની હતી. બીસીસીઆઇ સેક્રેટરી ઇલેવન અને બીસીસીઆઇ પ્રેસીડેન્ટ ઇલેવન વચ્ચે આ મેચ રમાઇ હતી. જેમાં પ્રેસીડેન્ટ ઇલેવનની કેપ્ટનશીપ સૌરવ […]

BCCI: સૌરવ ગાંગુલીની ટીમ જય શાહ ઇલેવન સામે હારી, મોટેરામાં રમાઇ હતી ફ્રેંન્ડલી મેચ

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સભ્યો વચ્ચે એક ફ્રેન્ડલી મેચ ( Friendly Match) રમાઇ હતી. અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ (Sardar Patel Motera Stadium) ખાતે રમાયલી આ મેચમાં જય શાહ (Jai Shah) ની કેપ્ટનશીપ વાળી ટીમ વિજેતા બની હતી. બીસીસીઆઇ સેક્રેટરી ઇલેવન અને બીસીસીઆઇ પ્રેસીડેન્ટ ઇલેવન વચ્ચે આ મેચ રમાઇ હતી. જેમાં પ્રેસીડેન્ટ ઇલેવનની કેપ્ટનશીપ સૌરવ ગાંગુલી  (Sourav Ganguly) એ કરી હતી. આ મેચ 12-12 ઓવરની રાખવામાં આવી હતી. આઇપીએલ  (IPL) ના પૂર્વ ચેરમેન અને નિર્વાચિત ઉપાધ્યક્ષ રાજીવ શુકલા  (Rajiv Shukla) એ રેફરીની ભૂમિકા નિભાવી હતી.

આ મેચ સાંજે ત્રણ વાગ્યે શરુ કરવામાં આવી હતી. જય શાહની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં જય શાહની ટીમ 28 રન થી વિજેતા બની હતી. ગાંગુલીએ આ મેચમાં 53 રન બનાવ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. મેચમાં મહંમદ અઝહરુદ્દીન, બ્રિજેશ પટેલ અને જયદેવ શાહ પણ રમ્યા હતા. મેચ બીસીસીઆઇની 89 મી વાર્ષિક સામાન્ય સભાના એક દિવસ પહેલા રમાઇ હતી. જેમાં બીસીસીઆઇના સભ્યોએ હિસ્સો લીધો હતો.

આ પહેલા 21 ડિસેમ્બરે બીસીસીઆઇ અધિકારીઓ અને સ્ટાર સ્પોર્ટસની ટીમે મોટેરા સ્ટેડીયમની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન આઇસીસીના રેફરી જ્વાગલ શ્રીનાથ પણ હાજર હતા. મોટેરામાં ભારત-ઇંગ્લેંડ સીરીઝ  (India-England Series) ની બે ટેસ્ટ મેચ અને પાંચ ટી20 મેચ રમાનારી છે. આ પ્રવાસ ફેબ્રુઆરી-માર્ચ 2021 માં થનારો છે. મોટેરા વિશ્વનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે. જેમાં 1.10 લાખ દર્શકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમને તોડીને નવુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. ભારત-ઇંગ્લેંડ સીરીઝ સાથે જ અહી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરીથી શરુઆત થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુરુવાર 24, ડિસેમ્બરે અનેક મહત્વના મુદ્દાઓ સાથે જ નવી ક્રિકેટ સલાહકાર સમિતિ ની પસંદગી પર પણ નિર્ણય થશે. બીસીસીઆઇની સિનીયર સિલેક્શન સમિતીમાં હાલમાં જ ત્રણ સભ્યોની જગ્યા ખાલી પડી છે. જે અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે. ઇંગ્લેંડ સીરીઝ થી પહેલા નવી સિલેક્શન સમિતીની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંચ વાર્ષિક સાધારણ સભામાં અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. સાથે આઇપીએલની ટીમોને લઇને પણ નિર્ણય કરવામાં આવી શકે છે.

Next Article