BCCI નવા અધ્યક્ષ બની શકે છે ‘દાદા’

|

Oct 14, 2019 | 3:24 AM

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. અધ્યક્ષ પદની રેસમાં સૌરવ ગાંગુલીનો સામનો પૂર્વ ક્રિકેટર બૃજેશ પટેલ સામે છે પણ માનવામાં આવી રહ્યું છે કે સૌરવ ગાંગુલી રેસમાં તેમનાથી ખુબ આગળ છે. અધ્યક્ષ પદ સિવાય BCCIના અન્ય પદો માટે પણ ચુંટણી થવાની છે. જેમાં સચિવ અને […]

BCCI નવા અધ્યક્ષ બની શકે છે દાદા

Follow us on

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. અધ્યક્ષ પદની રેસમાં સૌરવ ગાંગુલીનો સામનો પૂર્વ ક્રિકેટર બૃજેશ પટેલ સામે છે પણ માનવામાં આવી રહ્યું છે કે સૌરવ ગાંગુલી રેસમાં તેમનાથી ખુબ આગળ છે.

અધ્યક્ષ પદ સિવાય BCCIના અન્ય પદો માટે પણ ચુંટણી થવાની છે. જેમાં સચિવ અને ખજાનચીના પદ પણ સામેલ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દીકરા જય શાહ નવા સચિવ બની શકે છે, જ્યારે અરૂણ ધૂમલને BCCIના નવા ખજાનચી બનાવવામાં આવી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરૂણ ધૂમલ કેન્દ્રીય મંત્રી અને BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ છે. અસમના દેબાજીત સૈકિયા સંયૂક્ત સચિવ બની શકે છે, ત્યારબાદ પૂર્વોત્તર ભારતના પ્રતિનિધિને આ ક્રિકેટ એસોસિએશનમાં સ્થાન મળવું લગભગ નિશ્ચિત છે. સોમવારે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ છે પણ માનવામાં આવી રહ્યું છે કે તમામ ઉમેદવારો પોતપોતાના હોદ્દા પર બિનહરીફ ચૂંટાઈ આવશે. ગાંગુલી અને વૃજેશની વચ્ચે મોટી ટક્કર થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

47 વર્ષીય ગાંગુલી હાલમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલ (CAB)ના અધ્યક્ષ છે. જો તે BCCIના નવા અધ્યક્ષ બને છે તો તે સપ્ટેમ્બર 2020 સુધી આ પદને સંભાળશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article