Sourav Ganguly: ડો.આફતાબ ખાન દ્વારા આજે સ્ટેંટિંંગ કરવામાં આવશે, હોસ્પિટલ દ્વારા અપાઇ જાણકારી

|

Jan 28, 2021 | 8:42 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને બુધવારે છાતીમાં દુઃખાવાની ફરીયાદ ઉઠી હતી. જેના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Sourav Ganguly: ડો.આફતાબ ખાન દ્વારા આજે સ્ટેંટિંંગ કરવામાં આવશે, હોસ્પિટલ દ્વારા અપાઇ જાણકારી
Sourav Ganguly

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને બુધવારે છાતીમાં દુઃખાવાની ફરીયાદ ઉઠી હતી. જેના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસની શરુઆતમાં જ ગાંગુલીને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. જે દરમ્યાન પણ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવી હતી. સૌરવ ગાંગુલીની તબીયત હાલમાં સામાન્ય છે અને આજે ગુરુવારે તેમને સ્ટેંટિંગ (Stenting) કરવામાં આવશે.

તેમને છાતીમાં દુઃખાવો જણાતા જ એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર સપ્તર્ષિ બાસુ અને ડો. સુરજ મંડલ દ્વારા તેની દેખભાળ કરવામાં આવી રહી છે. ડો. આફતાબ ખાન (Dr. Aftab Khan) આજે ડો. દેવી શેટ્ટીની હાજરીમાં ગાંગુલીને સ્ટેંટિંંગ કરશે. સ્ટેંટિંગ હ્દય રોગ માટે એક વરદાન સમાન માનાવમાં આવે છે, સ્ટેંટિંંગથી કેટલીક મીનીટોમાં મુખ્ય કે મેઇન આર્ટરી ખોલી દે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગઇકાલે સૌરવ ગાંગુલીની પ્રથમ દિવસની સ્વાસ્થ્ય સ્થિતી પર હેલ્થ બુલેટીન એપોલો હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યુ હતુંં. બુધવારે તેમને કાર્ડિયો સ્થિતી સાથે જોડાયેલ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુંં. તમામ પ્રકારની તપાસ સામાન્ય દર્શાવવામાં આવી હતી. ગાંગુલીને થોડાક દિવસો પહેલા જ એંજિયોપ્લાસ્ટી બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના નજીકનાઓએ જણાવ્યુંં હતુંં કે, ચિંતાનુંં કોઇ કારણ નથી.

Published On - 8:40 am, Thu, 28 January 21

Next Article