Sourav Ganguly: દાદાને મુકવામાં આવ્યા બે સ્ટેન્ટ, ઠીક હોવાની જાણકારી અપાઇ

|

Jan 29, 2021 | 7:16 AM

પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને એપોલો હોસ્પીટલમાં બીજી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બીજી એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) માં સૌરવ ગાંગુલીના હ્દયમાં બે સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે.

Sourav Ganguly: દાદાને મુકવામાં આવ્યા બે સ્ટેન્ટ, ઠીક હોવાની જાણકારી અપાઇ
Sourav Ganguly

Follow us on

પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને એપોલો હોસ્પીટલમાં બીજી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બીજી એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) માં સૌરવ ગાંગુલીના હ્દયમાં બે સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે. ગાંગુલીના ખબર અંતરને જાણવા માટે પશ્વિમ બંગાળ (West Bengal) ના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) હોસ્પીટલ પહોંચ્યા હતા. તેઓએ કહ્યુ હતુ સૌરવ હવે ઠીક છે, તેણે મારી સાથે વાત કરી હતી. હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપુ છુ. ગાંગુલીને બુધવારે હ્રદયમાં દુઃખાવાની ફરીયાદને પગલે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડો. આફતાબ ખાનએ ગુરુવારે એક કલાકની એન્જીયોપ્લાસ્ટીમાં સૌરવના હ્દયમાં બે સ્ટેંટ મુક્યા હતા. એપોલો હોસ્પીટલમાં ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષની દેખભાળ અને સારવાર માટે ત્રણ સદસ્યોની મેડીકલ પેનલ રચાઇ છે. જેમાં ડો. આફતાબ ખાન, ડો. સપ્તર્ષિ બાસુ અને ડો સરોજ મંડલ સામેલ છે. ડો આફતાબએ જ ગાંગુલીના ભાઇ સ્નેહાશિષ ગાંગુલીની પણ એન્જીયોપ્લાસ્ટી કરી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ગાંગુલી ને 2 જાન્યુઆરીએ હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ તેમને કલકત્તાની વુડલેન્ડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીના ડોક્ટરોએ તેમની પ્રથમ એન્જીયોપ્લાસ્ટી કરી હતી. ગાંગુલીને ટ્રીપલ વેસલ ડિસીઝ છે. આ બિમારીમાં હ્રદય સુધી લોહી પહોંચાડનારી ત્રણ મુખ્ય આર્ટરી બ્લોક થઇ જાય છે. અગાઉ ની સારવાર વેળા એક આર્ટરીમાંથી બ્લોકેજ હટાવીને સ્ટેન્ટ લગાવાયુ હતુ. જે સમયે ડોક્ટર્સના બોર્ડ એ બીજી એન્જીયોપ્લાસ્ટી નહોતી કરી, પરંતુ તેમણે અન્ય બ્લોકેજ ને દુર કરવા માટે આ જરુરી બતાવ્યુ હતુ.

Next Article