Gujarati NewsSportsShoaib akhtar coming back he announces his return to cricket
ઘણા CRICKETERS ને હૉસ્પિટલ પહોંચાડી ચુકેલો સૌથી ખતરનાક બૉલર શોએબ અખ્તર ક્રિકેટની દુનિયામાં 8 વર્ષ બાદ કરી રહ્યો છે COMEBACK : જુઓ VIDEO
દુનિયાના સૌથી ઝડપી ગોલંદાજ શોએબ અખ્તરના ફૅન્સ માટે ખુશખબર છે. રાવલપિંડી એક્સપ્રેસ નામે જાણીતો આ દિગ્ગજ ખેલાડી ક્રિકેટના મેદાનમાં કમબૅક કરી રહ્યો છે. TV9 Gujarati Web Stories View more 100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા […]
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી
પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરતા પોતાના કમબૅકની જાહેરાત કરી. તેમણે કહ્યું, ‘નોટ કરી લો 14 ફેબ્રુઆરીનો દિવસ છે કે જ્યારે હું લીગ ક્રિકેટથી કમબૅક કરીશ.’
Hello 14th February is the date, mark your calendars guys. Main bhi araha hun iss baar league khelnay.. Aakhir inn bachon ko bhi pata chalay kay tezi hoti kia hai! #shoaibisback#Pakistanpic.twitter.com/AbVDo7BPUB
વીડિયોમાં શોએબ અખ્તર કહે છે, ‘14 ફેબ્રુઆરીનો દિવસ આપ લોકો યાદ રાખો. હું પણ આવી રહ્યું છે આ વખતે લીગમાં રમવા. આખરે આ બાળકોને પણ ખબર પડે કે ઝડપ શું હોય છે ?’
શોએબની જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાન સુપર લીગ (PSL)ના 14 ફેબ્રુઆરીથી શરુ થતા સત્રમાં જલવો પાથરતા નજરે પડશે. 43 વર્ષીય શોએબ અખ્તરના નામે સૌથી ઝડપી બૉલ ફેંકવાનો (161.3/KMH) રેકૉર્ડ છે કે જે તેણે 2003માં ઇંગ્લૅંડ વિરુદ્ધ નોંધાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કૉમેંટેટર તથા ક્રિકેટ એક્સપર્ટની ભૂમિકામાં દેખાતા શોએબના કમબૅકની જાહેરાતથી ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા. વસીમ અક્રમે પણ ટ્વિટર પર શોએબના કમબૅક વિશે જાણવાની કોશિશ કરી. અક્રમે ટ્વીટ કર્યું, ‘શોએબ… શું આ સાચે જ થવા જઈ રહ્યું છે. શું તૂ કમબૅક કરી રહ્યો છે. યુવા ખેલાડીઓ તેઝી વિશે જાણી શકશે.’
નોંધનીય છે કે શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય કૅરિયરમાં 46 ટેસ્ટ, 163 વનડે અને 15 ટી-20 મૅચો રમી. તેના નામે ક્રમશઃ 178, 247 અને 19 વિકેટ છે. શોએબે છેલ્લે ડિસેમ્બર-2010માં છેલ્લી ટી-20 મૅચ ન્યૂઝીલૅંડ વિરુદ્ધ રમી હતી.