શાહીદ આફ્રીદીએ કાઢ્યો બળાપો, કહ્યું પાકિસ્તાની ક્રિકેટરોને ટી-20માં ચાન્સ નહી મળી રહ્યો હોવાના કારણે ગુમાવી રહ્યા છે મોટો અવસર

|

Sep 28, 2020 | 3:02 PM

પ્રભાવશાળી ટી-20 લીગનો હિસ્સો બનવાનુ દરેક ક્રિકેટર ઇચ્છે છે પરંતુ પાકિસ્તાની ક્રિકેટરોના નસીબમાં આ તક અને આ ગ્લેમર લખાયેલું નથી. હવે આ વાતને લઇને પાકીસ્તાનના પુર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રીદી નુ માનવુ છે કે આ એક મોટો અવસર છે, જે પાકિસ્તાનના ક્રિકેટર ચુકી રહ્યા છે. પાકિસ્તાન તેની નાપાક હરકતોને લઇને એકલુ પડતુ રહેતુ હોય છે. […]

શાહીદ આફ્રીદીએ કાઢ્યો બળાપો, કહ્યું પાકિસ્તાની ક્રિકેટરોને ટી-20માં ચાન્સ નહી મળી રહ્યો હોવાના કારણે ગુમાવી રહ્યા છે મોટો અવસર

Follow us on

પ્રભાવશાળી ટી-20 લીગનો હિસ્સો બનવાનુ દરેક ક્રિકેટર ઇચ્છે છે પરંતુ પાકિસ્તાની ક્રિકેટરોના નસીબમાં આ તક અને આ ગ્લેમર લખાયેલું નથી. હવે આ વાતને લઇને પાકીસ્તાનના પુર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રીદી નુ માનવુ છે કે આ એક મોટો અવસર છે, જે પાકિસ્તાનના ક્રિકેટર ચુકી રહ્યા છે. પાકિસ્તાન તેની નાપાક હરકતોને લઇને એકલુ પડતુ રહેતુ હોય છે. તેના વર્તનને લઇને પાડોશી દેશો થી પણ તેણે સંબંધો મધુર રહેતા નથી અને તેની અસર તેમને અનેક રીતે પડે છે. જેમકે વિશ્વ સ્તરીય લીગનો હિસ્સો બનવાથી પણ તેને દુર રાખવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની ઘરેલુ ટી20 લીગ શરુ કરી રહી છે. જેમાં પાકિસ્તાની ક્રિકેટ લીગ સહિત દુનિયાની અનેક ક્રિકેટ લીગમાં પાકિસ્તાની ક્રિકેટર રમે છે. પરંતુ આ બધામાં ભારતીય ક્રિકેટ ની ટી-20 લીગ જેવો રુતબો અન્ય એક પણ લીગમાં નથી. એટલા માટે જ આફ્રીદીનુ માનવુ છે કે, ભારતીય ટી-20 લીગ મોટી બ્રાન્ડ છે અને તેમાં મોટા અવસર પણ રહેલા છે. એક અરબી ન્યુઝ પોર્ટલે આફ્રીદીના હવાલા થી લખ્યુ છે કે, ભારતીય ટી-20 લીગ એક ખુબ જ મોટી બ્રાન્ડ છે અને બાબર આઝમ સહિતના પાકિસ્તાની ક્રિકેટરો માટે એક શાનદાર અવસર છે. જ્યા તેઓ દબાણ સાથે રમત રમી શકે છે. અને ડ્રેસીંગ રુમ પણ શેયર કરી શકે છે. મારા વિચાર મુજબ ભારતીય ટી-20 લીગ મા નહી રમીને પાકિસ્તાની ખેલાડી એક ખુબ જ મોટા મોકાને ગુમાવી રહ્યા છે.

આફ્રીદીને એ પણ કહ્યુ કેસ ભારતની હાલની સરકારના રહેવા દરમ્યાન બંને દેશો વચ્ચે ક્રિકેટ ના સંબંધો શરુ નહી થઇ શકે. પાકિસ્તાની સત્તા બંને દેસો વચ્ચે ક્રિકેટને શરુ કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર 2008 ના મુંબઇ હુમલાને લઇને બંને દેશો ના ક્રિકેટ સંબંધોમાં તીરાડ સર્જાઇ હતી અને સંજોગો બદલાઇ ગયા હતા. ભારે વિરોધ ને પગલે ભારતીય ટી-20 લીગ થી પાકિસ્તાની ક્રિકેટરોના કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવાયા હતા. ત્યાર થી આજ સુધી કોઇ જ પાકિસ્તાની ક્રિકેટરને લીગનો હિસ્સો બનાવાયો નથી. શરુઆતની પ્રથમ સિઝન દરમ્યાન આફ્રીદી, શોએબ અખ્તર, મિસ્બાહ ઉલ હક, સોહેલ તનવીર, અબ્દુલ રજાક સહિત અનેક ખેલાડીઓ ભાગ બન્યા હતા અને તેમની રમત પણ દાખવી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:59 pm, Mon, 28 September 20

Next Article