સંજના અને બુમરાહની વેડિંગ થીમ જોઇને અનુષ્કા અને વિરાટનાં લગ્ન યાદ આવી ગયા, ફેન્સે કરી દીધા ટ્રોલ

|

Mar 16, 2021 | 12:23 PM

ભારત (India)ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવાર એ ગોવામાં સ્પોર્ટ્સ એંકર અને મોડલ સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કર્યા હતા.

સંજના અને બુમરાહની વેડિંગ થીમ જોઇને અનુષ્કા અને વિરાટનાં લગ્ન યાદ આવી ગયા, ફેન્સે કરી દીધા ટ્રોલ
Jasprit Bumrah-Sanjana Ganesan Wedding

Follow us on

ભારત (India)ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવાર એ ગોવામાં સ્પોર્ટ્સ એંકર અને મોડલ સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કર્યા હતા. બુમરાહ એ આ વાતની જાણકારી પોતાના સોશિયલ મિડીયા હેંડલ પર ફોટો શેર કરીને આપી હતી. જેની તસ્વીરો પણ સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહી હતી. લોકોએ પણ તેની વેડીંગ થીમને લઇને વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ના લગ્નને યાદ કરી લીધા હતા.

તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગી છે. કેટલાક ફેંસ તેમની તસ્વીરોને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક તેમને ટ્રોલ પર પણ કરી રહ્યા છે. કારણ કે તેમની વેડિંગ થીમની તુલના અનુષ્કા અને વિરાટ ની વેડિંગ થીમ સાથે કરી રહ્યા છે.

શું મધ ક્યારેય એક્સપાયર થાય છે કે નહીં? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

જેવી તસ્વીરો સોશિયલ મિડીયામાં નજર આવવા લાગી હતી કે, તુરત જ લોકોએ વેડિંગ થીમને લઇને ટ્રોલ કરવાની શરુઆત કરી દીધી હતી. એક યુઝર એ તો તેમની તસ્વીરને રીટ્વીટ કરીને લખ્યુ હતુ કે, કોહલી અને અનુશ્કા એ પોતાના લગ્નામાં પિંક થીમ રાખી હતી. હવે બધા એક બીજાની કોપી કરવા લાગ્યા છે. તો વળી બીજા યુઝરે લખ્યુ હતુ કે, દરેક સેલેબ્રીટીના લગ્નની તસ્વીરો એક જેવી જ કેમ લાગે છે ? કદાચ એટલે જ તેમણે બિલકુલ એક જેવા જ આઉટ ફિટ પહેર્યા છે.

ટ્રોલર્સ પણ કંઇ આટલે થી જ નહોતા અટક્યા, અનેક યુઝર્સ એ બુમરાહના લગ્નને ટ્રોલ કર્યા હતા. જેમાં તેમણે લખ્યુ હતુ કે, સેમ પિંચ. કેટલાક ટ્વીટ પોઝિટીવ પણ નજર આવ્યા હતા. જ્યાં કેટલાક યુઝર્સ એ લગ્નની થીમને વખાણી પણ હતી. આ માટે કેટલાક એ લખ્યુ હતુ કે, આ પિંક થીમ કોઇ જાદુ થી ઓછી નથી, વિરાટ-અનુષ્કા, જસપ્રિત-સંજના.

સંજના ગણેશન અંગે વાત કરવામાં આવે તો, વર્ષ 2014માં તે મિસ ઇન્ડીયા ફાઇનલ સુધી પહોંચી શકી હતી. એમટીવીના બહુ ચર્ચીત શો સ્પલીટ્સવિલાની સાતમી સિઝનનો હિસ્સો રહી ચુકી છે. પાછળના કેટલાક વર્ષો થી સંજના ક્રિકેટ પ્રેઝન્ટર તરિકે ની ભૂમિકા અદા કરી રહી છે. તેણે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટ અને આઇપીએલની ઇવેન્ટ અને શોને પણ એંકરીંગ કરી ચુકી છે. બુમરાહ કરતા તે અઢી વર્ષ ઉંમરમાં મોટી છે.

https://twitter.com/UpendraDixit21/status/1371405079035609090?s=20

https://twitter.com/prakx_tweetz/status/1371403311115505671?s=20

Next Article