સૌરવ ગાંગુલીએ વિરેન્દ્ર સહેવાગ માટે લખ્યું કંઇક આવું, આપી આઇપીએલની સફળતાને લઇને ક્રેડીટ

|

Nov 22, 2020 | 7:48 AM

આઇપીએલ 2020 ના સફળ આયોજનમાં કેટલાય લોકોનો હાથ રહ્યો હતો. ટુર્નામેન્ટનુ સમાપન થયા બાદ રવિ શાસ્ત્રી સહિત અને ક્રિકેટરોએ બીસીસીઆઇ અને અન્ય લોકોની પ્રશંસા કરી હતી. કોરોના વાયરસને લઇને ઇન્ડિયન પ્રિમયર લીગની 13 મી સિઝન યુએઇમાં બાયોબબલ માં રમાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ દિલ્હી કેપીટલ્સને હરાવીને આઇપીએલનુ ટાઇટલ જીતી લીધુ હતુ. આમ મુંબઇ પાંચમી વાર […]

સૌરવ ગાંગુલીએ વિરેન્દ્ર સહેવાગ માટે લખ્યું કંઇક આવું, આપી આઇપીએલની સફળતાને લઇને ક્રેડીટ

Follow us on

આઇપીએલ 2020 ના સફળ આયોજનમાં કેટલાય લોકોનો હાથ રહ્યો હતો. ટુર્નામેન્ટનુ સમાપન થયા બાદ રવિ શાસ્ત્રી સહિત અને ક્રિકેટરોએ બીસીસીઆઇ અને અન્ય લોકોની પ્રશંસા કરી હતી. કોરોના વાયરસને લઇને ઇન્ડિયન પ્રિમયર લીગની 13 મી સિઝન યુએઇમાં બાયોબબલ માં રમાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ દિલ્હી કેપીટલ્સને હરાવીને આઇપીએલનુ ટાઇટલ જીતી લીધુ હતુ. આમ મુંબઇ પાંચમી વાર આઇપીએલ વિજેતા બન્યુ હતુ. આઇપીએલની આ સિઝન દરમ્યાન પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગનો શો વિરુ કી બેઠક પણ ખુબ ચર્ચામા રહી હતી. સહેવાગ ના આ શો ની બીસીસીઆઇના પ્રેસિડેન્ટે મનમુકીને પ્રશંસા કરી છે.

હકીકતમાં સહેવાગે તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ દ્રારા પોતાની જ એક ફોટો શેર કરી હતી. જેમાં તે ખુબ જ કુલ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ  હતુ કે, જ્યારે કંઇ પણ રાઇટ ના થઇ રહ્યુ હોય, તો લેફ્ટ થઇ જાઓ. સહેવાગની આ પોષ્ટ પર બીસીસીઆઇ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ કોમેન્ટ કરતા લખ્યુ હતુ કે, શુ વાત છે વીરુ. આપ એકદમ ફીટ અને હેન્ડસમ લાગી રહ્યા છો. તમારો શો વિરુ કી બેઠક પણ એક કારણ રહ્યુ છે આઇપીએલની જબરદસ્ત રેટીંગનુ. સહેવાગે આઇપીએલ 2020 ના દરમ્યાન પોતાના આ શોમાં દરેક મેચને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ખેલાડીઓ અને ટીમના પ્રદર્સન પર પણ ચર્ચા કરતા નજરે આવ્યો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સૌરવ ગાંગુલીએ આઇપીએલ ખતમ થવાના બાદમાં બતાવ્યુ હતુ કે, આ વર્ષે આઇપીએલે વ્યુઅરશિપના અનેક રેકોર્ડ ને તોડી પાડ્યા છે. આ વર્ષે 28 ટકા દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. કોવીડ-19 ના કારણે આઇપીએલની 2020 ની સિઝનમાં ખાલી સ્ટેડીયમમાં ટુર્નામેન્ટ યોજાઇ હતી. આમ પ્રશંસકોને વરચ્યુઅલી જોડવામાં આવ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article