AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SPL: ઝાલાવડ રોયલ્સનો 11 રને વિજય, ગોહિલવાડ ગ્લેડિયેટરની સતત બીજી હાર

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની ચોથી મેચમાં ગોહિલવાડ ગ્લેડિયેટરની સામે ઝાલાવાડ રોયલ્સની ટીમ ટકરાઈ હતી. જેમાં ઝાલાવડ રોયલ્સનો 11 રને વિજય થયો છે. ગોહિલવાડ ગ્લેડિયેટરનો આ બીજો પરાજય છે. ગોહિલવાડ ગ્લેડિયેટરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ઝાલાવાડ રોયલ્સે બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. ઝાલાવાડ રોયલ્સના ઓપનર બેટસમેન શેલ્ડન જેકસને 58 રન બનાવ્યા હતા. જ્યારે ટીમના […]

SPL: ઝાલાવડ રોયલ્સનો 11 રને વિજય, ગોહિલવાડ ગ્લેડિયેટરની સતત બીજી હાર
| Updated on: May 18, 2019 | 2:51 AM
Share

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની ચોથી મેચમાં ગોહિલવાડ ગ્લેડિયેટરની સામે ઝાલાવાડ રોયલ્સની ટીમ ટકરાઈ હતી. જેમાં ઝાલાવડ રોયલ્સનો 11 રને વિજય થયો છે. ગોહિલવાડ ગ્લેડિયેટરનો આ બીજો પરાજય છે.

ગોહિલવાડ ગ્લેડિયેટરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ઝાલાવાડ રોયલ્સે બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. ઝાલાવાડ રોયલ્સના ઓપનર બેટસમેન શેલ્ડન જેકસને 58 રન બનાવ્યા હતા. જ્યારે ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારા બેટિંગમાં ફરી વખત નિષ્ફળ સાબિત થયા હતા. તેઓ 5 રન કરી હાર્દિક રાઠોડની બોલિંગમાં કેચ આઉટ થયા હતા.

ગોહિલવાડ ગ્લેડિયેટર ટીમની ઓપનિંગ જોડી નિષ્ફળ રહી હતી. ટીમે કુલ 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા અને ટાર્ગેટ પૂર્ણ કરી શકયા નહતા. ઝાલાવાડ રોયલ્સના બોલર પ્રેરક માંકડ અને સુનિલ યાદવે 2-2 વિકેટ લીધી હતી. પ્રેરક માંકડે 17 બોલમાં 3 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ પણ પ્રેરક માંકડ રહ્યાં હતા.

આ પણ વાંચો: વલ્ડૅકપ જીતવાવાળી ટીમ થઈ જશે માલામાલ, ICCએ ઈનામી રકમમાં કર્યો વધારો

આજે બપોરે 3.30 વાગ્યે હાલાર હિરોઝ અને ઝાલાવાડ રોયલ્સની વચ્ચે મુકાબલો થશે. જ્યારે સાંજે 7.30 વાગ્યે સોરઠ લાયન્સ અને કચ્છ વોરિયર્સની વચ્ચે મુકાબલો થશે. જેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટર્સ પર બતાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">