INDvsAUS: સચિન તેંદુલકરે બતાવી પૃથ્વી શોની બેટીંગ દરમ્યાન ટેકનીકમાં કઇ ખામી છે ?

|

Dec 25, 2020 | 7:54 AM

ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Show) પાછળના કેટલાક સમય થી પોતાના ખરાબ ફોર્મને લઇને આલોચનાઓનો શિકાર થઇ રહ્યો છે. બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) ની પ્રથમ ટેસ્ટ મેચમાં પૃથ્વી શૂન્ય અને ચાર રનની પારી રમી શક્યો હતો. આ પહેલા ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 13 મી સીઝનમાં પણ પૃથ્વીનુ બેટ મોટેભાગે શાંત રહ્યુ હતુ. […]

INDvsAUS: સચિન તેંદુલકરે બતાવી પૃથ્વી શોની બેટીંગ દરમ્યાન ટેકનીકમાં કઇ ખામી છે ?

Follow us on

ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Show) પાછળના કેટલાક સમય થી પોતાના ખરાબ ફોર્મને લઇને આલોચનાઓનો શિકાર થઇ રહ્યો છે. બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) ની પ્રથમ ટેસ્ટ મેચમાં પૃથ્વી શૂન્ય અને ચાર રનની પારી રમી શક્યો હતો. આ પહેલા ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 13 મી સીઝનમાં પણ પૃથ્વીનુ બેટ મોટેભાગે શાંત રહ્યુ હતુ. ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ એક વખત કહ્યુ હતુ કે તેમને શોમાં સચિન, સહેવાગ અને લારા ની ઝલક જોવા મળે છે. કોવિડ-19 બ્રેક બાદ શો જ્યારે ક્રિકેટના મેદાન પર પરત ફર્યો તો સતત અસફળ રહ્યો. માસ્ટર બ્લાસ્ટ સચિન તેંદુલકરે (Sachin Tendulkar) બતાવ્યુ કે પૃથ્વી થી ક્યાં ચુક રહી ગઇ છે.

21 વર્ષીય શોએ ટેસ્ટ કેરીયરનુ શાનદાર શરુઆત કર્યુ હતુ. જોકે આમ લગાતાર નિષ્ફળતાને લઇને પ્લેયીંગ ઇલેવનમાંથી તેની જગ્યા છિનવાઇ શકે છે. શોની જગ્યા શુભમન ગીલ (Shubhaman Gill) ને મોકો મળી શકે છે તેવી ચર્ચાઓ પણ સતત વર્તાઇ રહી છે. તેંદુલકરે એક વાતચીત દરમ્યાન બતાવ્યુ હતુ કે, ટેકનીકલી રીતે પૃથ્વી શો ક્યા ભૂલ કરે છે. તેમણે કહ્યુ કે, પૃથ્વી ટેલેન્ટેડ ખેલાડી છે. પરંતુ હાલના સમયમાં મને એમ લાગી રહ્યુ છે કે, તેના હાથ તેના શરીર થી દુર રહીને શોટ રમી રહ્યા છે. એટલે જ જ્યારે બોલ જ્યારે ઝડપ થી બહાર જાય છે, ત્યારે તેનો આઉટ થવાનો ચાન્સ વધી જાય છે. રમત દરમ્યાન તેના હાથ તેના શરીર પાસે હોવા જોઇએ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સચિને કહ્યુ કે, મને લાગે છે કે, જો તે બોલને થોડુ ઝડપ થી રમવાનો પ્રયાસ કરે તો તેને મદદ મળશે. બંને પારીમાં જ્યારે તે આઉટ થયો ત્યારે, તેનો ફ્રંટ ફુટ સામે પડ્યો પણ નહોતો જ્યારે બોલ તેને ક્રોસ કરી લીધો. આમ ત્યારે જ થાય જ્યારે બેટ્સમેનના મગજમાં ઘણું બધુ એક સાથે ચાલી રહ્યુ હોય. કે પછી તેને શોર્ટ બોલની આશા હોય છે. તમામ ફોર્મેટને લઇને વાત કરીએ તો પૃથ્વી એ પાછળની 13 પારીમાં લગભઘ એક જ વખત 20 રન થી વધુ રન બનાવ્યા છે.

Next Article