સચિન, લારા, યુવરાજ સિંહ અને સહેવાગ ફરીથી ક્રિકેટ રમતા જોવા મળી શકે છે, જુઓ ક્રિકેટ કેલેન્ડર

|

Mar 01, 2021 | 8:39 AM

સચિન (Sachin Tendulkar), વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag), બ્રાયન લારા (Brian Lara), કેવિન પિટરસન, મહંમદ કૈફ સહિત અનેક ક્રિકેટ સંન્યાસ લઇ ચુકેલા ક્રિકેટર એક વાર ફરીથી ક્રિકેટ રમતા નજરે આવશે.

સચિન, લારા, યુવરાજ સિંહ અને સહેવાગ ફરીથી ક્રિકેટ રમતા જોવા મળી શકે છે, જુઓ ક્રિકેટ કેલેન્ડર
Sachin-Lara

Follow us on

સચિન (Sachin Tendulkar), વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag), બ્રાયન લારા (Brian Lara), કેવિન પિટરસન, મહંમદ કૈફ સહિત અનેક ક્રિકેટ સંન્યાસ લઇ ચુકેલા ક્રિકેટર એક વાર ફરીથી ક્રિકેટ રમતા નજરે આવશે. આ તમામ ખેલાડીઓ ફરી એક વાર ક્રિકેટના મેદાનમાં રમતા નજરે આવવાનો મોકો રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝને લઇને મળનારો છે. જે ટુર્નામેન્ટ આગામી 5 માર્ચથી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રમનારી છે. આ ટુર્નામેન્ટમાં છ દેશોની ટીમો ભાગ લઇ રહ્યા છે. ભારતીય ફેન્સ માટે ખુશીની વાત તો એ છે કે, સચિન અને વિરેન્દ્ર સહેવાગ ફરી એકવાર ઇનીંગની શરુઆત કરતા જોવા મળશે.

છત્તીસગઢના રાયપુરમાં શરુ થઇ રહેલી ટુર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેંડની ટીમો ભાગ લઇ રહી છે. 5 માર્ચથી શરુ થનારી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 21 માર્ચે યોજાનારી છે. તમામ મેચ સાંજે 7 વાગ્યાથી રમવાની શરુ થનારી છે. ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે 5 માર્ચે રમાનારી છે.

https://twitter.com/RSWorldSeries/status/1364216559212761092?s=20

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો, સચિન, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજસિંહ, ઇરફાન પઠાણ, મહંમદ કેફ, હાલમાં જ નિવૃત્ત થયેલા યુસુફ પઠાણ અને વિનયકુમાર પણ ટીમનો હિસ્સો હશે. તો શ્રીલંકાની ટીમમાં સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન. વેસ્ટઇન્ડીઝની ટીમમાં બ્રાયન લારા, ઇંગ્લેંડની ટીમમાં પીટરસન જેવા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ એક વર્ષ પહેલા રમનારી હતી. પરંતુ કોરોનાને લઇને કેટલીક મેચ રમાયા બાદ ટુર્નામેન્ટને રોકી દેવાઇ હતી.

https://twitter.com/RSWorldSeries/status/1365572388109320195?s=20

Published On - 8:31 am, Mon, 1 March 21

Next Article