ભારતના આ ભૂતપૂર્વ વિકેટ કીપરે ઋષભ પંતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું – T20માં Unfinished Product

|

Sep 16, 2021 | 3:57 PM

રિષભ પંતે આઈપીએલમાં સતત ધુમ મચાવી છે અને આવતા મહિને યોજાનારી ટી 20 વર્લ્ડ કપ ટીમમાં તેની પસંદગી થઈ છે.

ભારતના આ ભૂતપૂર્વ વિકેટ કીપરે ઋષભ પંતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું - T20માં Unfinished Product
Rishabh Pant

Follow us on

Rishabh Pant : જો આપણે ટી 20 માં ભારતના શ્રેષ્ઠ અને મેચ વિનિંગ બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)નું નામ ચોક્કસપણે આવશે. પંત આજે ત્રણેય ફોર્મેટની ભારતની ટીમનો ભાગ છે, પરંતુ તેને ટી 20 (T20)માં નિષ્ણાત માનવામાં આવે છે. પંત (Rishabh Pant)ની ગણતરી ટી 20 ના ખતરનાક બેટ્સમેનોમાં થાય છે.

આઈપીએલમાં દિલ્હી ફ્રેન્ચાઈઝી તરફથી રમતી વખતે તેણે પોતાની આ છબી બનાવી છે. આઈપીએલ (IPL)માં રમાયેલી મજબૂત ઈનિંગ્સના કારણે પંતે ટીમ ઈન્ડિયાની સફર કરી અને હવે ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે પણ તેની ટીમમાં પસંદગી થઈ છે. વર્લ્ડ કપ પહેલા પંત આઈપીએલ 2021 (IPL 2021)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. જ્યારે પંત સામે હોય છે ત્યારે બોલર પર વધુ દબાણ હોય છે.

તેની પ્રતિભા પર ઘણા દિગ્ગજોને ખાતરી છે પરંતુ ભારતના ભૂતપૂર્વ વિકેટ કીપર અને પસંદગીકાર સબ કરીમ (Saba Karim)ને લાગે છે કે, પંત હજુ સુધી સંપૂર્ણ ખેલાડી નથી અને તે ટી 20માં Unfinished product.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

કરીમે કહ્યું છે કે, પંતની બેટિંગમાં હજુ સુધારા માટે ઘણી જગ્યા છે. કરીમે (Saba Karim) યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, પંતને ટીમ ઇન્ડિયામાં જે રીતે રમે છે તે રીતે આઇપીએલ (IPL)માં રમવું પડશે. તેમણે કહ્યું, “એવું ન થવું જોઈએ (યુએઈમાં નીચા સ્ટ્રાઈક રેટના કિસ્સામાં). હું કોચિંગ સ્ટાફનો ભાગ નથી તેથી આશા છે કે પંત માત્ર વિકેટ કીપર (Wicketkeeper) તરીકે જ નહીં પરંતુ બેટ્સમેન તરીકે પણ સારું પ્રદર્શન કરશે.

પ્રથમ હાફમાં મેં જે જોયું તે ધ્યાનમાં લેતા તેમનું વલણ મને ગમ્યું. તે વિકેટ કીપિંગ હોય કે બેટિંગ, તે રમતનો આનંદ માણે છે. જ્યારે અમે વાત કરી, ત્યારે મેં તેને કહ્યું કે જે રીતે તમે ભારત માટે રમો છો અને રમતનો આનંદ માણો છો, તમારે આઇપીએલમાં પણ આવું જ કરવું પડશે.

અહીં સુધારો કરવાની જરૂર છે

કરીમે (Saba Karim) પંતને સંપૂર્ણ તૈયારી વિનાનો ખેલાડી કેમ કહ્યો તે અંગે ભૂતપૂર્વ વિકેટ કીપરે કહ્યું કે પંતે તેના શોટ પસંદગી પર કામ કરવાની અને પરિસ્થિતિ અનુસાર રમવાની જરૂર છે. તેણે કહ્યું, “મને લાગે છે કે પંત હજુ ટી 20 માં Unfinished Product છે. તેને તેના શોટ પસંદગી પર કામ કરવાની જરૂર છે અને પરિસ્થિતિ અનુસાર રમવાની પણ જરૂર છે. તો જ તે સંપૂર્ણ ખેલાડી બનશે. સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને વિરાટ કોહલી તેના માટે ઉદાહરણ છે.

કેપ્ટનશીપ માણી રહ્યો છે

શ્રેયસ અયર (Shreyas Ayyar) ઘાયલ થયા બાદ આઈપીએલ 2021 માટે રિષભ પંત (Rishabh Pant)ને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કરીમે કહ્યું છે કે પંત કેપ્ટનશીપ માણી રહ્યો છે. તેણે કહ્યું, “તે હજી યુવાન છે. મને લાગે છે કે, તે કેપ્ટનશિપનો આનંદ માણી રહ્યો છે. ભવિષ્યમાં તેને બેટિંગમાં પણ ફાયદો થશે. પંત ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને મેચ પૂરી કરી શકે છે. આ જ ભૂમિકા તેમને દિલ્હી કેપિટલ્સ દ્વારા આપવામાં આવી છે. તેની પાસે માત્ર મેચ પૂરી થવાની અપેક્ષા જ નહોતી પણ તેની પાસેથી તે સારું લક્ષ્ય નક્કી કરવાની પણ અપેક્ષા હતી.

આ પણ વાંચો : IPL 2021 : 38 સિક્સ ફટકારનાર બેટ્સમેન આઈપીએલ 2021માં રમશે, જાણો કોણ છે આ ખેલાડી

Next Article