રોહિત શર્માને લઇને વિરાટ કોહલી અજાણ! રવિ શાસ્ત્રી પર ગુસ્સે ભરાયો ગૌતમ ગંભીર

|

Dec 03, 2020 | 11:44 AM

રોહિત શર્માને લઇને શરુ થયેલો વિવાદ હજુ પણ શમવાનુ નામ નથી લઇ રહ્યો. વળી આ દરમ્યાન વન ડેમાં પણ ભારતીય ક્રિકેટના અનુકૂળ દેખાવ નહી જોવા મળતા વિવાદ વધુ ગરમાઇ રહ્યો છે. આ દરમ્યાન વિરાટ કોહલીએ પણ રોહિત શર્માની ઇજાને લઇને વાત કરતા, પોતે તે બાબતમાં પુર્ણ રીતે જાણકારી નહી ધરાવતો હોવાનુ કહી ચુક્યો છે. કોહલીએ […]

રોહિત શર્માને લઇને વિરાટ કોહલી અજાણ! રવિ શાસ્ત્રી પર ગુસ્સે ભરાયો ગૌતમ ગંભીર

Follow us on

રોહિત શર્માને લઇને શરુ થયેલો વિવાદ હજુ પણ શમવાનુ નામ નથી લઇ રહ્યો. વળી આ દરમ્યાન વન ડેમાં પણ ભારતીય ક્રિકેટના અનુકૂળ દેખાવ નહી જોવા મળતા વિવાદ વધુ ગરમાઇ રહ્યો છે. આ દરમ્યાન વિરાટ કોહલીએ પણ રોહિત શર્માની ઇજાને લઇને વાત કરતા, પોતે તે બાબતમાં પુર્ણ રીતે જાણકારી નહી ધરાવતો હોવાનુ કહી ચુક્યો છે. કોહલીએ પોતાને તે બાબતે યોગ્ય માહિતી આપવામાં આવી નહી નથી, તેમજ તેની ફીટનેશ પર સસ્પેન્શ રાખવામાં આવતા નારાજગી પણ દર્શાવી હતી. જેને લઇને હે પુર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર પણ હવે નિવેદન કરી કર્યુ છે. તેણે વિવાદ થી નારાજગી દર્શાવી છે. સાથે જ તેણે કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને જાણકારી આપવી જોઇએ એમ કહી રોષ પણ દર્શાવ્યો છે.

ગૌતમ ગંભીરે એક ક્રિકેટ ક્રિકેટ ટીવી શો દરમ્યાન વાત કરતા કહ્યુ હતુ, આ એક દુર્ભાગ્ય પૂર્ણ છે. કારણ કે કેપ્ટન કહી રહ્યો છે કે તેને આ બાબતે જાણકારી નથી. આ આખાય મામલામાં સૌથી મહત્વના ત્રણ વ્યક્તિઓ હોય છે. જેમાં મુખ્ય ફિઝીયો, મુખ્ય કોચ અને પસંદગી સમિતીના અધ્યક્ષનો સમાવેશ થાય છે. આ લોકો એ એકમત થવુ જોઇતુ હતુ. મુખ્ય કોચે પણ ઇચ્છવુ જોઇએ કે તેણે રોહિત શર્માને લઇને વિરાટ કોહલીને તાજા જાણકારી આપવી જોઇએ. તમે પ્રેસ કોન્ફરન્સમાં જાઓ છો અને કહો છો કે, રોહિત શર્માની ઇજા વિશે કોઇ તાજી જાણકારી નથી. તે વાત ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. કારણ કે તે મહત્વનો ખેલાડી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભારતના પૂર્વ સ્ટાઇલીશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ પણ ગૌમત ગંભીર થી સહમત નજરે આવ્યો હતો. તેણે પણ કહ્યુ હતુ કે ટીમ નો હિસ્સો હોવો જોઇતો હતો રોહિત. તેણે કહ્યુ હતુ કે ટીમ મેનેજમેન્ટ, પસંગીકારો અને બોર્ડની મેડિકલ ટીમ વચ્ચે જરુર કોઇ વ્હોટસેપ ગૃપ હશે. સામાન્ય રીતે બધુ જ ટીમ મેનેજમેન્ટને બતાવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article