
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન બાદ આઈસીસી વનડે રેન્કિંગ નંબર-1ની ખુર્શી સંભાળી છે. રોહિત શર્માએ વનડે કેપ્ટન શુભમન ગિલને પછાડી આ સફળતા મેળવી છે. રોહિત આ સાથે સૌથી મોટી ઉંમરનો નંબર 1 વનડે બેટ્સમેન બનનાર ખેલાડી બન્યો છે. હાલની વનડે રેન્કિંગની વાત કરીએ તો રોહિત શર્મા 781 રેટિંગ પોઈન્ટની સાથે ટોપ પર છે. તેમણે ગિલ અને ઈબ્રાહિમ ઝાદરાનને પછાડ્યો છે. તેમજ શુભમન ગિલ નંબર 1થી ત્રીજા સ્થાને આવ્યો છે.
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝમાં તમામ બેટ્સમેનને પછાડી સૌથી વધારે રન બનાવ્યા છે. આ ખેલાડીનું બેટ મેચ પહેલા ન ચાલ્યું પરંતુ વનડેમાં તેમણે અડધી સદી ફટકારી હતી. તેમજ છેલ્લી મેચમાં સદી ફટકારી તેમણે ટીમને જીત અપાવી હતી. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝમાં 101ની સરેરાશથી 202 રન બનાવ્યા.તેના આ પ્રદર્શનથી તેમણે દુનિયાની નંબર 1 વનડે રેન્કિંગની ખુરશી સુધી પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા પોતાના કરિયરમાં પહેલી વખત નંબર 1 બેટ્સમેન બન્યો છે.
રોહિત શર્માએ દુનિયાના નંબર 1 વનડે બેટ્સમેન બનવાની સાથે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે સૌથી મોટી ઉંમરમાં નંબર 1 પોઝિશન પર રહેનાર ખેલાડી બન્યો છે. રોહિતે વનડેમાં નંબર 1 રેન્કિંગ 38 વર્ષ, 182 દિવસની ઉંમરમાં મેળવ્યું છે. રોહિત શર્માએ 18 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ અને હવે નંબર 1ની રેન્કિંગમાં પહોંચ્યો છે.
રોહિત શર્મા વનડે ક્રિકેટમાં નંબર 1 રેન્કિંગ મેળવનાર માત્ર પાંચમો ભારતીય બેટ્સમેન છે. આ સ્થાન મેળવનાર સચિન તેંડુલકર પહેલા હતા. ત્યારબાદ ધોની નંબર 1 બન્યા. વિરાટ કોહલી લાંબા સમય સુધી આ સ્થાન પર રહ્યા. શુભમન ગિલે ખૂબ જ ઓછા સમયમાં નંબર 1 ઓડીઆઈ રેન્કિંગ હાંસલ કર્યું, અને હવે રોહિત શર્માએ તેનો હક મેળવ્યો છે.
રોહિત શર્માનું વનડે કરિયર શાનદાર રહ્યું છે. આ ખેલાડીએ અત્યારસુધી 276 વનડે મેચમાં 11370 રન બનાવ્યા છે. રોહિતની સરેરાશ 49.22 છે. તેમણે 33 સદી અને 59 અડધી સદી ફટકારી છે.
Published On - 1:29 pm, Wed, 29 October 25