Breaking News : ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ, રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો

Rishabh Pant to lead India A: સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસ પર આવી રહી છે. તેના ભારત પ્રવાસની શરુઆત ટેસ્ટ સીરિઝથી થશે. પરંતુ આ પહેલા રિષભ પંતને કેપ્ટનશીપ મળવાના એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે.

Breaking News : ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ, રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો
| Updated on: Oct 21, 2025 | 1:39 PM

Rishabh Pant to lead India A: સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા પંતને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે સાઉથ આફ્રિકા સામે 2 મેચમાં ઈન્ડિયા એ ટીમની કેપ્ટનશીપ કરશે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ આગામી મહિને શરુ થશે. સાઉથ આફ્રિકા આ પ્રવાસની શરુઆત ટેસ્ટ સીરિઝથી કરશે. જેની પહેલી મેચ 14 નવેમ્બરના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે.

ઈજાગ્રસ્ત બાદ વાપસી માટે તૈયાર

રિષભ પંત હાલમાં ઈજાગ્રસ્ત થઈ ટીમ ઈન્ડિયાથી બહાર છે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેને પગમાં ઈજા થઈ હતી. ઈજામાંથી બહાર આવતા પંત મેદાન પર આવવા તૈયાર છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝથી પંતની વાપસી થઈ શકે છે. આ કારણ છે કે, બીસીસીઆઈએ તેને પહેલી મેચ પ્રેક્ટિસ માટે પંતને ઈન્ડિયા એ ટીમમાં ન માત્ર સ્થાન આપ્યું પરંતુ ટીમની કમાન પણ સોંપી છે.

 

સાઉથ આફ્રિકા માટે ભારતનું શેડ્યુલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફેલેઝ સીરિઝ રમાનારી છે. મતલબ કે, આ માત્ર ટેસ્ટ સીરિઝ નહી પરંતુ વનડે અને ટી20 સીરિઝ રમાશે.જેનું શેડ્યુલ પણ સામે આવી ચૂક્યું છે. કોલકાત્તામાં પહેલી ટેસ્ટ 18 નવેમ્બરના રોજ રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરના રોજ ગુવાહાટીમાં રમાશે. 2 ટેસ્ટ સીરિઝ બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. જેની મેચ 30 નવેમ્બર ,3 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરના રોજ રમાશે. પહેલી વનડે મેચ રાંચીમાં રમાશે. જ્યારે બીજી રાયપુરમાં અને ત્રીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.સાંઈ સુદર્શનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

પ્રથમ ચાર-દિવસીય મેચ માટે ભારત A ટીમઃ રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ મ્હાત્રે, એન જગદીસન (વિકેટકીપર), સાંઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, ખલીલ અહમદ,ગુર્નુર બ્રાર, અંશુલ કમ્બોઝ, યશ ઠાકુર, આયુષ બડોની અને સારાંશ જૈન

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા જ દિવસે રિષભ પંત થયો ઈજાગ્રસ્ત આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 1:19 pm, Tue, 21 October 25