Big Breaking : ભારતીય ક્રિકેટરની પોલીસે કરી ધરપકડ, જાણો ક્યારે, ક્યાં, કેમ અને કયા ગુનામાં ધરપકડ કરવામાં આવી

|

May 24, 2022 | 6:13 PM

ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant )સાથે 1 કરોડ 63 લાખની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે હરિયાણાના ક્રિકેટરની ધરપકડ કરી.

Big Breaking : ભારતીય ક્રિકેટરની પોલીસે કરી ધરપકડ, જાણો ક્યારે, ક્યાં, કેમ અને કયા ગુનામાં ધરપકડ કરવામાં આવી
એક ભારતીય ક્રિકેટરની પોલીસે ધરપકડ કરી
Image Credit source: Symbolic photo

Follow us on

IPL 2022 નો અંત ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) અને તેની ટીમ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયા હતા. ક્રિકેટના મેદાન પર નિરાશાની સાથે તેને મેદાનની બહાર પણ મોટો ઝટકો લાગ્યો છે. આ આંચકો પણ મોટી રકમનો છે. દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન સાથે 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ કામ એક ક્રિકેટરે જ કર્યું છે. મળતી માહિતી મુજબ, ઋષભ પંત અને તેના મેનેજરે હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ (Mrinank Singh) વિરુદ્ધ છેતરપિંડી (Rishabh Pant Fraud Case) ની ફરિયાદ નોંધાવી છે. આ ક્રિકેટરની મુંબઈ પોલીસે (Mumbai Police) બનાવટી કેસમાં તાજેતરમાં ધરપકડ કરી હતી.

મોંઘી ઘડિયાળો ખરીદવા જતા 1.63 કરોડનું ફ્રોડ થયું

આરોપી શખ્શે મુંબઈના એક બિઝનેસમેન સાથે 6 લાખની છેતરપિંડી પણ કરી હતી, જે બાદ તેની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે આર્થર રોડ જેલમાં બંધ છે. માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2021 માં, આ આરોપીએ પંતને આવા જ વચનો આપ્યા હતા અને પંતે બે મોંઘી ઘડિયાળો માટે લગભગ 1.63 કરોડ ચૂકવ્યા હતા. આ ઘટના અંગે પંત અને તેના મેનેજર પુનીત સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ સાકેત કોર્ટે મૃણાક સિંહને હાજર કરવા માટે આર્થર રોડ જેલને નોટિસ ફટકારી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મૃણાક સિંહ હરિયાણાનો પૂર્વ ક્રિકેટર

મીડિયા અહેવાલ મુજબ, પંતને દગો આપનાર મૃણાક સિંહ હરિયાણાનો પૂર્વ ક્રિકેટર છે અને છેલ્લા કેટલાક સમયથી લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે. આવી જ એક છેતરપિંડી તેણે મુંબઈના એક વેપારી સાથે કરી હતી. આ આરોપી વેપારીઓ અને ક્રિકેટરોને મોંઘી અને લક્ઝરી ઘડિયાળો અને મોબાઈલ ફોન સસ્તામાં અપાવવાના ખોટા વાયદાઓ કરતો હતો અને પછી તેમની સાથે છેતરપિંડી કરતો હતો.

Published On - 4:07 pm, Tue, 24 May 22

Next Article