
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી છે. આ વિશે મુંબઈની ક્રાઈમ બ્રાચે ખુલાસો કર્યો છે. મળતી જાણકારી મુજબ રિંકુ સિંહને ધમકી આપવાનું કામ દાઉદ ઇબ્રાહિમ ગેંગનું કામ છે. તેમણે આ વર્ષે ફ્રેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે રિંકુ સિંહના પ્રમોશનલ ટીમને 3 ધમકીઓ ભરેલા મેસેજ મોકલ્યા હતા. ડીકંપની તરફથી મળેલી ધમકીમાં રિંકુ સિંહ પાસેથી ₹5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે હવે આ કેસના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરી છે.
રિંકુ સિંહ હાલમાં એશિયા કપ રમી પરત ફર્યો છે. તેમણે ફાઈનલમાં રમવાની તક મળી હતી. જેમાં તેમણે ટીમને જીત અપાવી હતી. પરંતુ હવે તેમને મળેલી અંડરવર્લ્ડની ધમકીના સમાચાર મળતા ધમાલ મચી હતી. રિંકુ સિંહને ધમકી આપવાના મામલે પોલિસે જે 2 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એક વ્યક્તિએ ધમકી આપવાની વાત કબુલ કરી છે.
ખંડણી માંગનાર બંન્ને આરોપીઓની વેસ્ટઈન્ડિઝમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેનું નામ મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદ છે. કહેવામાં આવી રહ્યું છે કે, વેસ્ટઈન્ડિઝે આ બંન્ને આરોપીઓને 1 ઓગસ્ટના રોજ ભારતને સોપ્યા હતા.પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસે આ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકી પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. ધરપકડ બાદ, એક આરોપીએ રિંકુ સિંહને ફોન કરીને તેની પાસેથી ખંડણી માંગવાની કબૂલાત કરી હતી.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે અહેવાલ આપ્યો છે કે, ઝીશાન સિદ્દીકીને 19 થી 21 એપ્રિલ દરમિયાન ખંડણી માંગતી ધમકીભરી ઈમેલ મળ્યો હતો. રિંકુ સિંહની પ્રમોશનલ ટીમને ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન ત્રણ વખત ખંડણીની ધમકીઓ મળી હતી.રિંકુ સિંહ પાસે કેટલી સંપત્તિ છે? આ પ્રશ્ન ચર્ચામાં આવવાને કારણે ઉભો થાય છે. રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાઉદ ગેંગના સભ્યોએ તેને ધમકી આપી હતી અને ₹5 કરોડની ખંડણી માંગી હતી. એક રિપોર્ટ મુજબ વર્ષ 2025માં રિંકુ સિંહ નેટવર્થ 20 કરોડ રુપિયાથી વધુ છે. ભારતીય ક્રિકેટરની કમાણી અનેક બાજુથી કરે છે. પરંતુ 4 જગ્યાએથી સૌથી વધારે પૈસા કમાય છે.
રિંકુ સિંહની આવકનો મુખ્ય સ્ત્રોત તેમનો BCCI કરાર છે, જે તેમને વાર્ષિક 1 કરોડ કમાય છે. તેઓ બોર્ડ સાથે ગ્રેડ C કરાર ધરાવે છે. તેમની આવકનો બીજો સ્ત્રોત તેમનો IPL કરાર છે, જ્યાં તેમનો KKR સાથે ₹13 કરોડનો કરાર છે.
Published On - 11:06 am, Thu, 9 October 25