શું Ravindra Jadeja ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે ? જાણો શું છે સત્ય

|

Dec 16, 2021 | 3:04 PM

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અત્યારે કારકિર્દીની ટોચ પર છે પરંતુ આ સમયે તે ઈજાના કારણે ટીમની બહાર છે. આવી સ્થિતિમાં, એવા અહેવાલ હતા કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે પરંતુ જાડેજાએ તેને અફવા ગણાવી છે.

શું Ravindra Jadeja ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે ? જાણો શું છે સત્ય
Ravindra Jadeja

Follow us on

Ravindra jadeja : ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે 16 ડિસેમ્બરે સવારે દક્ષિણ આફ્રિકા (South Africa)ના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આ ટીમનો ભાગ નથી, જે હાલમાં તેની કારકિર્દી (Career)ની ટોચ પર છે. રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો અને બીજી ટેસ્ટમાં રમી શક્યો ન હતો. તે હજુ પણ આ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, પરંતુ તે દરમિયાન કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રવિન્દ્ર જાડેજાને તેની મર્યાદિત ઓવરોની કારકિર્દી લંબાવવાને કારણે ટેસ્ટ ક્રિકેટ (Test cricket)માંથી નિવૃત્તિ લેવી પડી શકે છે, કારણ કે તેને ઘૂંટણની ગંભીર ઈજા છે.

કેટલાય દિવસોથી રવીન્દ્ર જાડેજાના ટેસ્ટ ક્રિકેટ (Test cricket) માંથી નિવૃત્તિના સમાચારથી ચાહકો પરેશાનથયા હતા, પરંતુ ખરું સત્ય ખુદ રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ એમ પણ કહ્યું છે કે તેમની નિવૃત્તિના સમાચાર માત્ર અફવા છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ એક પછી એક ટ્વીટ કરીને સમગ્ર સત્ય જાહેર કર્યું છે. સૂત્રોને ટાંકીને અત્યાર સુધી એવા અહેવાલો હતા કે તેઓ નિવૃત્ત થઈ શકે છે, પરંતુ જાડેજાએ ટ્વીટમાં લખ્યું છે કે, “ખોટા મિત્રો અફવાઓ પર વિશ્વાસ કરે છે અને સાચા મિત્રો તમારામાં વિશ્વાસ રાખે છે.” આનાથી સ્પષ્ટ થાય છે કે નિવૃત્તિના સમાચાર સંપૂર્ણપણે અફવા છે. અન્ય એક ટ્વિટમાં આ વાત પાણીની જેમ બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

બેટિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ જર્સીમાં એક તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હજુ ઘણી લાંબી મંજીલ કાપવાની છે. જાડેજાએ આ કેપ્શન સાથે સ્પષ્ટ કર્યું છે કે તે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમવા જઈ રહ્યો છે.

 

રવિન્દ્ર જાડેજા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતની ટીમનો મહત્વનો ભાગ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) એ પણ તેને મહેન્દ્ર સિંહ ધોની કરતાં વધુ સમય માટે જાળવી રાખ્યો છે. CSKએ જાડેજાને જાળવી રાખવા માટે તેમના પર્સમાંથી 16 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આ પણ વાંચો : ND VS SA : સૌરવ ગાંગુલીને ‘ક્લીન બોલ્ડ’ કર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું- ફોટા ના પાડો, જાણો શું થયું ?

Next Article