વિશ્વમાં ભારતનો ડંકો: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ટેસ્ટમાં કોઈએ ન રચ્યો હોય તેવો ઈતિહાસ, જાણો જાડેજાની ઝડપના પરાક્રમ વિશે

|

Oct 05, 2019 | 7:14 AM

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચમાં વિકેટની બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં જાડેજાએ 142 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં કોઈએ ન રચ્યો હોય તેવો ઈતિહાસ રચ્યો છે. જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. વિશાખાપટ્ટનમના મેદાનમાં રમાઈ રહેલી મેચમાં જાડેજાએ દક્ષિણ આફ્રિકાના સારા […]

વિશ્વમાં ભારતનો ડંકો: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ટેસ્ટમાં કોઈએ ન રચ્યો હોય તેવો ઈતિહાસ, જાણો જાડેજાની ઝડપના પરાક્રમ વિશે

Follow us on

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચમાં વિકેટની બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં જાડેજાએ 142 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં કોઈએ ન રચ્યો હોય તેવો ઈતિહાસ રચ્યો છે. જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. વિશાખાપટ્ટનમના મેદાનમાં રમાઈ રહેલી મેચમાં જાડેજાએ દક્ષિણ આફ્રિકાના સારા સારા બેટ્સમેનોને પછાડ્યા. ટેસ્ટ મેચ સિરિઝની પહેલી મેચમાં જાડેજા પોતાના બોલથી એક પછી એક બેટ્સમેનનો શિકાર કરતો ગયો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 44 ટેસ્ટ મેચ દરમિયાન 200 વિકેટ લઈને એક નવો ઈતિહાસ રચી દીધો.

આ પણ વાંચો: કચ્છના સરક્રિક વિસ્તારમાંથી ઝડપાઈ 2 બિનવારસી પાકિસ્તાની બોટ, જુઓ VIDEO

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પહેલા જે ક્રિકેટરોએ 200 વિકેટો લીધી તેમની વાત કરીએ તો શ્રીલંકાના ખેલાડી રંગાના હેરાથે 47 મેચમાં 200 વિકેટ ઝડપી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિશેલ જૉનસને 49 મેચમાં 200 વિકેટ લીધી હતી. તો ઓસ્ટ્રેલિયાના જ ખેલાડી મિશેલ સ્ટૉર્કે 50 મેચમાં 200 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતના બિશનસિંહ બેદીએ 51 મેચમાં 200 વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનના વસીમ અકરમે પણ 51 મેચમાં 200 વિકેટ લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજા અવાર-નવાર ટીમમાં અંદર-બહાર થતો રહે છે. પરંતુ જ્યારે પણ ટીમમાં જરૂર હોય છે ત્યારે તે જોરદાર પ્રદર્શન કરે છે. જાડેજાનું આ પરાક્રમ કોઈ નાની-સૂની વાત નથી. ટેસ્ટ મેચમાં વિકેટ એક-એક વિકેટ ઝડપવી એ ખૂબ જ મુશ્કેલ હોય છે. તેવામાં જાડેજાએ શ્રીલંકાના સ્પિનર રંગાના હેરાથ અને વસીમ અકરમ જેવા ખેલાડીઓને પણ પાછળ પાડી દીધા તે ખૂબ જ મોટી વાત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article