Breaking News : રવિચંદ્રન અશ્વિને IPLમાંથી સંન્યાસ લીધો, નિર્ણય પાછળ આ મોટું કારણ આપ્યું

Ravichandran Ashwin Retire from IPL: અશ્વિને હવે IPLમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે. તેણે સંન્યાસ પછી શું કરવા જઈ રહ્યો છે તે અંગે પણ મોટો સંકેત આપ્યો છે.

Breaking News : રવિચંદ્રન અશ્વિને IPLમાંથી સંન્યાસ લીધો, નિર્ણય પાછળ આ મોટું કારણ આપ્યું
| Updated on: Aug 27, 2025 | 12:15 PM

ઈન્ટરનેશલ ક્રિકેટ બાદ રવિચંદ્રન અશ્વિને હવે આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આઈપીએલમાંથી સંન્યાસ લેવાની વાત કરી આપી છે. અશ્વિને સંન્યાસ પાછળ તેના મોટા નિર્ણયની પણ વાત કરી છે. અશ્વિને જણાવ્યું કે, હવે તે શું કરશે. અશ્વિને પોતાના આઈપીએલ કરિયરમાં 5 ટીમો માટે યોગદાન આપ્યું છે. તેમણે ઈન્ડિયન પ્રીમયિર લીગમાં કુલ 221 મેચ રમી છે.

 

રવિચંદ્રન અશ્વિને IPLમાંથી સંન્યાસ લીધો

રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું જિંદગીનો આ ખાસ દિવસ છે. કહેવાય છે કે, દરેક વસ્તુનો અંત એક નવી શરુઆત લઈને આવે છે. મારી આ સ્ટોરીમાં પણ કાંઈ આવું જ છે. સંન્યાસ લેતા અશ્વિને આઈપીએલ, બીસીસીઆઈ અને તમામ ફ્રેન્ચાઈઝીનો આભાર માન્યો છે. જેના માટે તે રમ્યો છે.

અશ્વિને કેમ આઈપીએલમાંથી સંન્યાસ લીધો ?

હવે સવાલ એ છે કે, અશ્વિને અચાનક આઈપીએલને અલવિદા કેમ કહ્યું છે. જેવી તેમણે સંન્યાસની જાહેરાત કરી કે, તેમણે કહ્યું દરેક વસ્તુનો અંત નવી શરુઆત લઈને આવે છએ. તેની આ વાત પર કોઈ કારણ છુપાયેલું છે. અશ્વિનની નજર હવે બીજા દેશની ટી20 લીગ પર છે. તે રમવા માંગે છે અને આ માટે આઈપીએલમાંથી સંન્યાસ લેવો જરુરી છે.

અશ્વિનની IPL કારકિર્દી – 5 ટીમો, 221 મેચ

અશ્વિના આઈપીએલ કરિયરની જો આપણે વાત કરીએ તો તેમણે 16 વર્ષમાં 5 ટીમો માટે યોગદાન આપ્યું છે. વર્ષ 2009માં આઈપીએલની બીજી સીઝનમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારે સીએસકે સાથે શરુ થયેલી સફર સીએસકે સાથે પૂર્ણ કરી છે. અશ્વિને આઈપીએલ 2025માં પણ સીએસકેનો ભાગ હતો. આ વચ્ચે તેમણે રાઈઝિંગ પુણે સુપર જાયન્ટસ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે પણ મેચ રમી છે. અશ્વિને કુલ 221 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેમણે 187 વિકેટ લીધી છે. આ સિવાય તેમણે 1 અડધી સદી સાથે 833 રન બનાવ્યા છે.

ક્રિકેટ માટે એન્જિનિયરિંગ છોડી ક્લાસ મેટ સાથે કર્યા લગ્ન, આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અહી ક્લિક કરો

 

Published On - 12:03 pm, Wed, 27 August 25