IPL 2021: કોલકત્તાની આસાન જીત હારમાં પલટાઇ જતા શાહરુખ ખાન નિરાશ, ચાહકોની માંગી માફી

|

Apr 14, 2021 | 11:06 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ની મંગળવારે ચેન્નાઇ માં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે મેચ રમાઇ હતી. કલકત્તા જીતેલી મેચને જાણે હારી ગયુ હતુ.

IPL 2021: કોલકત્તાની આસાન જીત હારમાં પલટાઇ જતા શાહરુખ ખાન નિરાશ, ચાહકોની માંગી માફી
Shah Rukh Khan

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ની મંગળવારે ચેન્નાઇ માં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે મેચ રમાઇ હતી. કલકત્તા જીતેલી મેચને જાણે હારી ગયુ હતુ. કલકત્તાએ જીતી બાજી ગુમાવવાને લઇને ટીમેના સહ માલિક અને બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan) ખૂબ નિરાશ છે. શાહરુખ ખાને ટ્વીટર દ્રારા KKR ના ફેન્સની માફી માંગી છે. KKR એ ટોસ જીતીને મુંબઇ ઇન્ડીયન્સ ને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. જેમાં મુંબઇ ઇન્ડીયન્સ 152 રન પર જ ઓલઆઉટ થઇ ગયુ હતુ. આંદ્રે રસેલ (Andre Russell) એ માત્ર બે ઓવર કરીને , એટલે કે 12 બોલ નાંખીને 5 પાંચ વિકેટ ઝડપી હતી.

મુંબઇ ઇન્ડીયન્સ તરફ થી સૂર્યકુમારે 36 બોલમાં 56 રનની ઇનીંગ રમી હતી. જવાબમાં KKR ની શરુઆત સારી રહી હતી. નિતીશ રાણા અને શુભમન ગીલ એ પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી નિભાવી હતી. શુભમન ગીલ 33 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ એક પછી એક વિકેટ કલકત્તા ગુમાવવા લાગ્યુ હતુ, આમ 20 ઓવરના અંતે 7 વિકેટ પર 142 રન બનાવી શક્યુ હતુ. નિતીશ રાણાએ 47 બોલમાં 57 રન બનાવીને આઉટ થયા હતા. રાહુલ ચાહર એ મેચનુ પાસુ પલટી નાંખ્યુ હતુ. તેણે શુભમન ગીલ, રાહુલ ત્રિપાઠી, ઇયોન મોર્ગન અને નિતીશ રાણા ને આઉટ કરીને મુંબઇ ઇન્ડીન્સને મેચમાં પરત લાવી દીધુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યાર બાદ જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને કૃણાલ પંડ્યા એ ડેથ ઓવરોમાં કરકસર ભરી બોલીંગ કરીને મુંબઇ ઇન્ડીયન્સને હારેલી મેચમાં જીત મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. મેચ બાદ શાહરુખ ખાન એ મેચ બાદ ટ્વીટર પર લખ્યુ હતુ કે “નિરાશાજનક પ્રદર્શન, KKR ના ફેન્સને એટલુ જ કહી શકુ છુ કે માફ કરશો”

Next Article