PAKvsNZ: કંગાળ રમતને લઇને શોએબ અખ્તરે પાકિસ્તાનની કાઢી ઝાટકણી, કહ્યુ શાળાકીય રમત બનાવી દીધી છે

|

Jan 06, 2021 | 8:19 AM

પાકિસ્તાન (Pakistan) ના પુર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ટેસ્ટ સીરીઝમાં પાકિસ્તાની ટીમના કંગાળ પ્રદર્શનનુ મન મુકીને આલોચના કરી છે. તેણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન જાણે એવી રમત રમે છે કે જાણે શાળામાં રમતા હોય.

PAKvsNZ: કંગાળ રમતને લઇને શોએબ અખ્તરે પાકિસ્તાનની કાઢી ઝાટકણી, કહ્યુ શાળાકીય રમત બનાવી દીધી છે
Shoaib Akhtar

Follow us on

પાકિસ્તાન (Pakistan) ના પુર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ટેસ્ટ સીરીઝમાં પાકિસ્તાની ટીમના કંગાળ પ્રદર્શનનુ મન મુકીને આલોચના કરી છે. તેણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન જાણે એવી રમત રમે છે કે જાણે શાળામાં રમતા હોય. તેણે ટીમની ખરાબ હાલતને લઇને ટીમ મેનેજમેન્ટ ઉપર પણ ઠીકરુ ફોડ્યુ હતુ. ક્રાઇસ્ટચર્ચ (Christchurch Test) માં બીજી ટેસ્ટ મેચ દરમ્યાન પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 297 રન પર સમેટાઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડ એ કેપ્ટન કેન વિલિયમસન (Ken Williamson) ની મદદ થી 659 રનનો સ્કોર ખડકી દીધો હતો. પાકિસ્તાનના બોલરો પણ તેમની બેટીંગ સામે હતાશ નજરે પડતા હતા. સાથે જ પાકિસ્તાનની ફિલ્ડીંગએ પણ ડુબાડવા માટે કોઇ જ કમી છોડી નહોતી. તેમણે મેચમાં કુલ સાત કેચ છોડ્યા હતા.

વિલિયમસન એ 238 રનની રમત રમી હતી. ત્યાં હેનરી નિકલ્સ એ 157 અને ડેરિલ મિશેલ એ અણનમ 102 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બોલરો એ પણ જાણે કે ન્યુઝીલેન્ડની ટીમને પુરી મદદ કરી હતી. તેમણે આ મેચમાં 64 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 17 વાઇડ બોલ અને 12 નો બોલ નો સમાવેશ થાય છે. પાકિસ્તાન બે ટેસ્ટ મેચની સીરીઝમાં પહેલા થી જ 1-0 થી પાછળ રહ્યુ છે. એવામાં હવે બીજી ટેસ્ટ મેચમાં પણ હારનો ખતરો મંડરાઇ રહ્યો છે. બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંત સાથે જ શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને નિશાના પર લીધી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અખ્તરે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેના દ્રારા કહ્યુ હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નિતી સમજ નથી આવી રહી. તે સરેરાશ ખેલાડીોને ટીમમાં લાવી રહ્યા છે. તે સાધારણ ટીમ બનાવતા રહે છે અને સાધારણ કામ કરતા રહે છે. જેના થી પરિણામ પણ સાધારણ આવતુ રહે છે. અખ્તરે કહ્યુ, જ્યારે પણ પાકિસ્તાન ટેસ્ટ મેચ રમે છે તો તેની પોલ ખુલી જાય છે. તે શાળાકીય દરજ્જાની ક્રિકેટ રમે છે. મેનેજમેન્ટે પણ તેમને શાળાકીય સ્તરના ક્રિકેટર બનાવી દીધા છે. હવે બોર્ડ ફરી થી મેનેજમેન્ટને બદલવાનુ વિચારી રહ્યુ છે. પરંતુ આપ ક્યારે બદલાશો ?

પાકિસ્તાનની ટીમ ફેબ્રુઆરી 2020 બાદ થી કોઇ પણ ટેસ્ટ મેચને જીતી શક્યુ નથી. છેલ્લે તેણે બાંગ્લાદેશને પોતાની ધરતી પર હરાવ્યુ હતુ. ત્યાર બાદ ઇંગ્લેંડ એ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં તેને 1-0 થી હરાવ્યુ હતુ.હવે ન્યુઝીલેન્ડ સામે તે હારવાની કગાર પર આવી પોહંચ્યુ છે.

Next Article