PAKvsNZ: ફિલ્ડર પાસે જઇ કુદવા લાગ્યો પાકિસ્તાની કેપ્ટન, મોરે-મિયાંદાદ વચ્ચેની મંકી ફાઈટ યાદ અપાવી

|

Dec 31, 2020 | 8:52 AM

ભારતમાં ક્રિકેટને ભાવનાઓની રમત માનવામાં આવે છે. અહીં દરેક બાળકને મોટા થઇને એક મહાન ક્રિકેટર બનવાનુ સપનુ હોય છે. પરંતુ જ્યારે મેદાન પર ભારત-પાકિસ્તાન મેચ (India Pakistan Match) રમાઇ રહી હોઇ તો રસ્તાઓ સૂમસામ બની જતા હોય છે. લોકો એક બીજાના ઘરે જઇને મેચ જોતા હોય છે. હાલમાં પાકિસ્તાન (Pakistan) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે […]

PAKvsNZ: ફિલ્ડર પાસે જઇ કુદવા લાગ્યો પાકિસ્તાની કેપ્ટન, મોરે-મિયાંદાદ વચ્ચેની મંકી ફાઈટ યાદ અપાવી
More and Miandad

Follow us on

ભારતમાં ક્રિકેટને ભાવનાઓની રમત માનવામાં આવે છે. અહીં દરેક બાળકને મોટા થઇને એક મહાન ક્રિકેટર બનવાનુ સપનુ હોય છે. પરંતુ જ્યારે મેદાન પર ભારત-પાકિસ્તાન મેચ (India Pakistan Match) રમાઇ રહી હોઇ તો રસ્તાઓ સૂમસામ બની જતા હોય છે. લોકો એક બીજાના ઘરે જઇને મેચ જોતા હોય છે. હાલમાં પાકિસ્તાન (Pakistan) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન મહંમદ રિઝવાન (Mohammad Rizwan) એ એક અજીબ હરકત મેદાન પર કરી છે.

મહંમદ રિઝવાને ક્રિઝ પર બેટીંગ કરતા કરતા અચાનક જ શોર્ટ લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા ન્યુઝીલેન્ડના ખેલાડી આગળ જંપીંગ કરવા લાગ્યો હતો. આ જોઇને ન્યુઝીલેન્ડના ખેલાડી પણ ચોંકી ગયા હતા. પરંતુ બાદમાં તેની આ હરકત પર ખેલાડીઓ હસવા લાગ્યા હતા. આ પ્રકરણને જોઇને 1992 ની ભારત પાકિસ્તાનની મેચનેી યાદોને તાજા કરાવી દીધી હતી. જે મેચમાં પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે વિકેટકીપીંગ કરી રહેલા કિરણ મોરેને ચિઢાવવા માટે વાનરની નકલ કરવા જેવુ જંપીગ કર્યુ હતુ.

https://twitter.com/sparknzsport/status/1344083468708237312?s=20

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

તે વખતે, સચિન તેંદુલકર બોલીંગ કરી રહ્યા હતાં અને વિકેટ પાછળ કિરણ મોરે હતા. મિયાંદાદ ક્રિઝ પર જામી રહ્યો હતો. તેંદુલકરની મિડીયમ પેસ બોલ તેને પરેશાન કરી રહી હતી. તેંદુલકરની લેગ સ્ટંપની એક બોલને મિયાંદાદ બેટ ના કિનારા થી રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મીસ થયો. જે બોલ સિધો જ મોરેના હાથમાં પહોંચ્યો હતો. ત્યાં તો મિયાંદાદ ચિલ્લાવા લાગ્યો અને મોરે સામે ઉછળવા લાગ્યો હતો. તેની આ ઉછળ કૂદે ખેલ પ્રશંસકોમાં આશ્વર્ય ફેલાવી દીધુ હતુ. મિયાંદાદની આ હરકત વિવાદની ચર્ચાએ પણ ખૂબ ચગી હતી.

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટી બ્રેક બાદ મહંમદ રિઝવાન અને ફવાદ આલમ બેટીંગ કરવા માટે ફરી આવ્યા હતા. તે સેશન ખુબ મહત્વપૂર્ણ હતુ. કારણ કે તેમણે વિકેટ બચાવવા સાથે રન પણ બનાવવાના હતા. રિઝવાન ક્રિઝ પર ઉતર્યો તો તેનો કોન્ફિજડન્ટ અને બેટીંગ જોઇને પાકિસ્તાન આ મેચ જીતી લેશે એમ એક સમયે લાગતુ હતુ. પરંતુ આ દરમ્યાન તેની આ હરકત જોવા મળી હતી. તે ફિલ્ડર પાસે પહોંચ્યો હતો અને ઉછળવા લાગ્યો હતો. આ જોઇને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ હંસવા લાગ્યા હતા. અંતે પાકિસ્તાન આ મેચને જોકે હારી ચુક્યુ હતુ.

Next Article