પાકિસ્તાની ટીમને ન્યુઝીલેન્ડથી પરત મોકલી શકાય છે, ક્રિકેટ રમ્યા વિના જ પાછા ફરવુ પડી શકે છે

|

Dec 02, 2020 | 10:57 AM

પાકિસ્તાની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને જ્યા તેણે મુશ્કેલીઓ સર્જી દીધી છે. પાકિસ્તાની ટીમમાં કોરોના નુ સંક્રમણ ફેલાઇ ચુક્યુ છે. મંગળવારે વધુ ત્રણ ખેલાડીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે એક ખેલાડીનો રીપોર્ટ આવવાનો બાકી છે. આ સાથે જ પાકિસ્તાની ટીમમાં કોરોના સંક્રમણ ધરાવવાની સંખ્યા 10 પર પહોંચી છે. હાલમાં ટીમ ક્વોરન્ટાઇન હેઠળ છે. […]

પાકિસ્તાની ટીમને ન્યુઝીલેન્ડથી પરત મોકલી શકાય છે, ક્રિકેટ રમ્યા વિના જ પાછા ફરવુ પડી શકે છે

Follow us on

પાકિસ્તાની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને જ્યા તેણે મુશ્કેલીઓ સર્જી દીધી છે. પાકિસ્તાની ટીમમાં કોરોના નુ સંક્રમણ ફેલાઇ ચુક્યુ છે. મંગળવારે વધુ ત્રણ ખેલાડીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે એક ખેલાડીનો રીપોર્ટ આવવાનો બાકી છે. આ સાથે જ પાકિસ્તાની ટીમમાં કોરોના સંક્રમણ ધરાવવાની સંખ્યા 10 પર પહોંચી છે. હાલમાં ટીમ ક્વોરન્ટાઇન હેઠળ છે. ન્યુઝીલેન્ડના આરોગ્ય વિભાગ દ્રારા આ અંગે ટીમના સંક્રમિતોની પુરી હિસ્ટ્રી તપાસવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. ટીમમાં વધતા કોરોનાના મામલાને લઇને આ અગાઉથી જ ટીમની ટ્રેનીંગને પ્રતિબંધીત કરી દેવાઇ હતી.

આરોગ્ય મંત્રાલયાનુસાર પ્રવાસના છઠ્ઠા દિવસે જ પાકિસ્તાનથી આવેલ ટીમ અને તેમના સ્ટાફના 46 લોકોનુ પરીક્ષણ કરાયુ હત. જેમાં ત્રણ ખેલાડીઓ પોઝિટીવ આવ્યા હતા. મેડિકલ અધીકારી દ્રારા એ નક્કિ કરી લેવામાં ના આવે કે કોરોના સંદર્ભે કોઇ જ ખતરો નથી બાદમાં જ ટ્રેનીંગ કરવા માટે ની અનુમતી આપવાની હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 ડીસેમ્બર થી 3 ટી-20 મેચની સીરીઝ અને બાદમાં બે ટેસ્ટ મેચ રમાનારી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પાકિસ્તાની ખેલાડીઓને ક્વોરન્ટાઇનના નિયમોનુ ઉલ્લંઘન કરતા હોવાનુ સામે આવતા ચેતવ્યા હતા. ન્યુઝીલેન્ડ સરકાર દ્રારા ટીમને પરત મોકલવા સુધીની ચેતવણી આપવામાં આવી હતી. ગત શનિવારે પણ ન્યુઝીલેન્ડના આરોગ્ય પ્રધાને કહ્યુ હતુ કે, જ્યાર થી પાકિસ્તાની ટીમને ચેતવણી આપવામાં આવી છે. ત્યાર થી સુધરી ગયા છે અને ક્વોરન્ટાઇન નિયમોનુ પાલન કરી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 10:36 am, Wed, 2 December 20

Next Article