Padma Award: સાત ખેલાડીઓને પદ્મશ્રી સન્માન માટે પસંદ કરાયા, જાણો કોને કોને કરાયા પંસદ

|

Jan 26, 2021 | 8:44 AM

ભારત સરકાર (Government of India) દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારો (Padma Award) નુંં એલાન કરવામાં આવ્યુ છે. જેના ભાગરુપે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી સન્માનની ઘોષણાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર એ સાત ખેલાડીઓને પદ્મશ્રી (Padma Shri) આપવાની ઘોષણાં કરી છે.

Padma Award: સાત ખેલાડીઓને પદ્મશ્રી સન્માન માટે પસંદ કરાયા, જાણો કોને કોને કરાયા પંસદ
Padma Award

Follow us on

ભારત સરકાર (Government of India) દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારો (Padma Award) નુંં એલાન કરવામાં આવ્યુ છે. જેના ભાગરુપે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી સન્માનની ઘોષણાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર એ સાત ખેલાડીઓને પદ્મશ્રી (Padma Shri) આપવાની ઘોષણાં કરી છે. જેમાં કર્ણાટકના કેવાઇ વેંકટેશ (પેરા સ્પોર્ટસમેન), હરિયાણાના વિરેન્દર સિંહ (રેસલર), ઉત્તર પ્રદેશના સુધા સિંહ (એથ્લેટિક્સ), કેરળના માધવન નામ્બિયાર (એથ્લેટિકસ), અરુણાચલ પ્રદેશના અંશુ જામસેંપા (પર્વતારોહક), પશ્વિમ બંગાળની મોમા દાસ (ટેબલ ટેનિસ) અને તામિલનાડુના પી અનિતા (બાસ્કેટબોલ)ને પસંદ કરવામાં આવ્યા છે.

સુધા સિંહઃ ઉત્તરપ્રદેશના રાયબરેલીના સુધા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ ખેલાડી છે. તે 3000 મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં ભાગ લે છે. સ્ટીપલચેઝમાં ખેલાડીઓને અલગ અલગ બેરિયર અને પાણીને પાર કરતા દોડ પુરી કરવાની હોય છે. આ પ્રતિયોગીતામાં તેણે 2010માં ગ્વાંઝાઉ એશિયામાં ગોલડ, 2018 જાકાર્તા એશિયાડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સાથે જ 2012 અને 2016ના ઓલંપિક રમતોમાં તે ભારતનુ પ્રતિનિધીત્વ કરી ચુકી છે. વર્ષ 2012માં તેને અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

મોમા દાસઃ પશ્વિમ બંગાળના કલકત્તામાં રહેનારી 36 વર્ષીય મોમા એ ઓલંપિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનુ પ્રતિનિધીત્વ કર્યુ હતુંં. તેણે 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમમાં વુમન ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ, ડબલ્સમાં સિલ્વર, 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં વુમન્સ ટીમમાં સિલ્વર અને મહિલા ડબલ્સમાં કાંસ્ય પદક જીત્યો હતો. 2006માં મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં તેણે વુમન ટીમમાં કાંસ્ય જીત્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પી અનિતાઃ પુરુ નામ અનિતા પોલદુરાઇ. ચેન્નાઇની રહેવાનારી અનિતા ભારતીય મહિલા બાસ્કેટ બોલની કેપ્ટન રહી છે. તે 18 વર્ષ સુધી ભારતીય ટીમનો હિસ્સો રહી હતી. તે પ્રથમ ભારતીય મહિલા બાસ્કેટબોલ ખેલાડી છે, જેણે નવ વખત એશિયન બાસ્કેટબોલ ફેડરેશન ચેમ્પયીન્સશિપમાં ભાગ લીધો હતો. તેમણે નેશનલ ચેમ્પિયનશીપમાં 30 મેડલ જીત્યા છે. તે 19 વર્ષની ઉંમર થી નેશનલ ટીમની કેપ્ટન બની ગઇ હતી. બાદમાં તે થાઇલેન્ડમાં રમી હતી.

અંશુ જામેસેંપાઃ અરુણાચલ પ્રદેશથી આવનારી અંશુ 41 વર્ષની છે. તે એક જ સિઝનમાં બે વાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઇ કરનારી દુનિયાની પ્રથમ મહિલા છે. સાથે જ તે પાંચ જ દિવસમાં એવરેસ્ટ ચઢાઇનો રેકોર્ડ પણ બનાવી ચુકી છે. વર્ષ 2017માં તેણે આ સાહસ કર્યુ હતુ. તે વર્ષ 2011, 2013 અને 2017માં એવરેસ્ટ પર ચઢાઇ કરી ચુકી છે.

માધવન નાંમ્બિયારઃ કેળના રહેવા વાળા માધવન નામ્બિયાર એથલેટીકના કોચ છે. તે ઉડ઼નપરીના નામથી મશહુર પીટી ઉષાના કોચ રહી ચુક્યા છે. વર્ષ 1985માં તેમમને દ્રોણાચાર્ય એવોર્ડ થી સન્માનીત કર્યા હતા.

વિરેન્દર સિંહઃ ગુરુ્ગ્રામના રહેવાશી વિરેન્દર સિંહ પૂર્વ રેસલર છે. 1970 માં વિરેન્દર સિંહ એ 1992માં વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તે કાંસ્ય પદક જીત્યા હતા. ત્યાર બાદ 1995માં કોમનવેલ્થ ચેમ્પિયન્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની બહેન પ્રિચતમ રાની સિવાચ ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રહી છે.

કેવાઇ વેંક્ટેશઃ કર્ણાટકના રહેનારા વેંકટેશ પેરા સ્પોર્ટસમેન છે. તેમનુ શારીરીક કદ ચાર ફુટ બે ઇંચ જ છે. વર્ષ 2005માં વિશ્વ ડવાર્ફ ગેમ્સમાં તેણે સૌથી વધારી મેચ જીત્યા હતા. આ કારણથી જ તેમનુ નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસમા તેમનુ નામ જાહેર કરવામાં આવ્યુ હતુંં.

 

Published On - 8:29 am, Tue, 26 January 21

Next Article