World Athletics Championship: ખેલાડી સાથે થયો દર્દનાક અકસ્માત હથિયારે જ સાથ છોડતા, મેડલ ચૂકી ગયો, જૂઓ વીડિયો

|

Jul 25, 2022 | 6:28 PM

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં એક ખેલાડીનો અનોખો અકસ્માત થયો હતો, જેના કારણે તેણે પીછેહઠ કરવી પડી હતી અને તે મેડલથી ચુકી ગયો હતો.

World Athletics Championship: ખેલાડી સાથે થયો દર્દનાક અકસ્માત હથિયારે જ સાથ છોડતા, મેડલ ચૂકી ગયો, જૂઓ વીડિયો
લાડી સાથે થયો દર્દનાક અકસ્માત હથિયારે જ સાથ છોડતા મેડલ ચૂકી ગયો જૂઓ વીડિયો
Image Credit source: Twitter

Follow us on

World Athletics Championship: હાલના સમયમાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપ (World Athletics Championship) ચાલી રહી છે. આ ચેમ્પિયનશીપમાં ભારતનો સ્ટાર નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો, પરંતુ આ ચેમ્પિયનશીપમાં એક એવો અક્સ્માત થયો છે કે ખેલાડીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આ ટૂર્નામેન્ટમાં આ અકસ્માત ચેક રિપબ્લિકના ખેલાડી સાથે થયો હતો. આ ખેલાડી પોલ વોલ્ટર જીરી સ્યાકોરા (Jiri Syakora) છે. જીરી મેડલ જીતવા માટે ઘણી કોશિશ કરી રહ્યો હતો, પરંતુ વચ્ચે જ તેની સાથે અકસ્માત થયો. જીરી ડેકાથલોનની આઠમી ઈવેન્ટમાં પોતાનો દાવો રજૂ કરી રહી હતી. ત્યારે તેમની સાથે અકસ્માત થયો હતો. આ પોલ વોલ્ટરે તેના પ્રથમ પ્રયાસમાં 4.10 મીટરનું અંતર કાપ્યું હતું.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

રમતનું હથિયાર જ તૂટી ગયું

જ્યારે જીરી તેનો આગળનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેનો પોલ તૂટી ગયો અને તે ઘાયલ થઈ ગયો. તે દોડતો આવ્યો અને તેણે પોતાનો પોલ જમીન પર મૂકીને કૂદવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેનો પોલ તૂટી ગયો. જ્યારે પોલ તૂટી ગયો અને તે જમીન પર પડ્યો, ત્યારે તે માત્ર થોડા મીટર જ જઈ શક્યો. આ કારણે જીરીએ પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું. આ પછી તેના ફોટો સામે આવ્યા છે, જીરી જુનિયર ડેકાથલોન ચેમ્પિયન છે. જીરી આ ઈવેન્ટમાં મેડલની રેસમાં હતો, પરંતુ ઈજાના કારણે બહાર થઈ ગઈ હતી, જેના કારણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી.

આ ખેલાડીએ જીત્યો મેડલ

ફ્રેન્ચના વર્લ્ડ રેકોર્ડ ધારક કેવિન માયેરે ડિકૈથલોન સ્પર્ધા પોતાને નામ કરી હતી. ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો છે. જોકે નીરજ ચોપરાની શરૂઆત ખરાબ રહી હતી. તેનો પહેલો થ્રો ફાઉલ ગયો હતો. પરંતુ ત્યારબાદ તેણે શાનદાર કમબેક કર્યું હતું અને અંતે બીજા સ્થાને રહ્યો હતો. જોકે નીરજનો પાંચમો થ્રો પણ ફાઉલ રહ્યો હતો.

Next Article