Wimbledon 2022 : નોવાક જોકોવિચ સેમિ ફાઇનલમાં પહોંચ્યો, બે સેટમાં હાર્યા બાદ મેચમાં કરી ધમાકેદાર વાપસી

|

Jul 06, 2022 | 7:45 AM

Tennis : ગત વર્ષના ચેમ્પિયન નોવાક જોકોવિચ (Novak Djokovic) નો મુકાબલો સેમિ ફાઈનલમાં ડેવિડ ગોફિન અને કેમરોન નોરી વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

Wimbledon 2022 : નોવાક જોકોવિચ સેમિ ફાઇનલમાં પહોંચ્યો, બે સેટમાં હાર્યા બાદ મેચમાં કરી ધમાકેદાર વાપસી
Novak Djokovic (PC: Wimbledon)

Follow us on

સર્બિયાના સુપર સ્ટાર અને 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ (Novak Djokovic) એ વિમ્બલ્ડન 2022 ચેમ્પિયનશિપ (Wimbledon 2022) ની સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. વિમ્બલ્ડનમાં છ વખતના પુરૂષ સિંગલ્સ ચેમ્પિયન નોવાક જોકોવિચે મંગળવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીના જેનિક સિનરને પાંચ સેટની લડાઇમાં હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચની જીત ખાસ હતી. કારણ કે તે પહેલા બે સેટ હારી ગયો હતો. પરંતુ પછીના ત્રણ સેટમાં જોકોવિચે સંપૂર્ણ રીતે સિનર પર પ્રભુત્વ જમાવ્યું હતું અને 5-7, 2-6, 6-3, 6-2, 6 -2 થી જીત મેળવી હતી.

સિનરની શાનદાર શરૂઆત

ગયા વર્ષના ચેમ્પિયન નોવાક જોકોવિચને આ વખતે ચેમ્પિયનશિપમાં સખત સંઘર્ષ કરવો પડ્યો છે અને તેણે ક્વાર્ટર ફાઈનલ પહેલા રમાયેલી 4 મેચમાંથી ચોથા સેટમાં બે વખત જીત મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તો આ સ્પર્ધા વધુ જોરદાર હતી. 10મી ક્રમાંકિત સિનરે આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સિનાર જેણે ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્ટેનિસ્લાલ વાવરિન્કાને પહેલા જ રાઉન્ડમાં હરાવ્યો હતો. તેણે ટોચના ક્રમાંકિત જોકોવિચને કોર્ટમાં બધી જ જગ્યાએ ભગાવ્યો હતો અને પ્રથમ સેટ સખત રોમાંચક રહ્યા બાદ બીજો સેટ પણ સિનરે સરળતાથી જીતી લીધો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકોવિચે બતાવી માનસિક મજબૂતી

જો કે સર્બિયન દિગ્ગજ નોવાક જોકોવિચ માટે આ પરિસ્થિતિ નવી ન હતી. જેણે તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી મોટી મેચોમાં પ્રથમ બે સેટ ગુમાવ્યા પછી પાછો ફર્યો હતો. તેણે ફરીથી મુખ્ય કોર્ટમાં તેની માનસિક શક્તિ અને ક્ષમતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. ત્રીજા સેટમાં વાપસી કરતાં જોકોવિચ પછી સમગ્ર મેચમાં માત્ર 7 ગેમ ગુમાવ્યા બાદ વધુ એક યાદગાર પુનરાગમન કરતા સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અહીં સતત ત્રણ વખત ટાઇટલ જીતી ચૂકેલા જોકોવિચની નજર હવે સતત ચોથા ટાઇટલ પર છે.

 

34 વર્ષની મારિયા સેમિ ફાઇનલમાં

જર્મનીની 34 વર્ષીય તાત્યાના મારિયાએ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પોતાના જ દેશની જુલે નિમેયરને 4-6, 6-2, 7-5થી હરાવીને અંતિમ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. વર્લ્ડ રેન્કિંગમાં 103મા ક્રમે રહેલી તાત્યાના મારિયા પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની સેમિ ફાઈનલમાં પહોંચી છે. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેણે ત્રીજી ક્રમાંકિત ઓન્સ જેબર અથવા બિનક્રમાંકિત મેરી બોજકોવા વચ્ચેની મેચના વિજેતાનો સામનો કરવો પડશે. આ ઉંમરે વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પહોંચનારી મારિયા ઓપન યુગમાં માત્ર છઠ્ઠી મહિલા છે. 22 વર્ષીય નિમેયર તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ રમી રહી છે. તે આ હાર પછી ખૂબ જ નિરાશ દેખાઈ રહી હતી. અગાઉ તે ફ્રેન્ચ ઓપનના પ્રારંભિક રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

Next Article