Wimbledon 2021: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વિમેન્સ ડબલ્સમાં જીત મેળવી, હવે મિક્સ ડબલ્સમાં રમશે

|

Jul 01, 2021 | 11:52 PM

આ વર્ષે પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમી રહેલી સાનિયા મિર્ઝા (Sania Mirza)એ મહિલા ડબલ્સમાં અમેરિકન દિગ્ગજ બેથેની માટેક સેડ્સ સાથે પોતાની જોડી બનાવી હતી.

Wimbledon 2021: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વિમેન્સ ડબલ્સમાં જીત મેળવી, હવે મિક્સ ડબલ્સમાં રમશે
Sania Mirza wins

Follow us on

વિમ્બલ્ડન (Wimbledon 2021) ગ્રાન્ડ સ્લેમની શરુઆત સાથે જ સારા સમાચાર ભારત માટે આવ્યા છે. મહિલા ડબલ્સમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)ની જોડીએ જીત મેળવી છે. સાનિયા અને તેની જોડીદાર બેથેની માટેક સેડ્સ સાથે મળીને પ્રથમ તબક્કામાં જ જીત નોંધાવી હતી. બંનેએ છઠ્ઠી સીડ એલેક્સા ગ્વરાચી અને ડેઝીર ક્રોફ્ચિકને હરાવીને બીજા તબક્કામાં સ્થાન મેળવ્યુ છે.

 

ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની શરુઆત થઈ છે. જેમાં હવે ડબલ્સની મેચની શરુઆત થઈ છે. ભારત તરફથી સિંગલ્સ માટે કોઈ ખેલાડી દાવેદાર નથી. પરંતુ આ વર્ષે પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમી રહેલી સાનિયા મિર્ઝા (Sania Mirza)એ મહિલા ડબલ્સમાં અમેરિકન દિગ્ગજ બેથેની માટેક સેડ્સ સાથે પોતાની જોડી બનાવી હતી. જોકે ચેમ્પિયનશીપ દરમ્યાન આ જોડીને કોઈ માન્યતા મળી નહોતી. જોકે જોડી અનુભવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સીડ એલેક્સા ગ્વરાચી અને ડેઝીર ક્રોફ્ચિકની ચીલી-અમેરિકન જોડીને હરાવી દીધી છે. સાનિયા અને સેન્ડસની જોડીએ 7-5 અને 6-3થી જીત મેળવી હતી. સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચુકી છે. તેણે 2015માં પોતાની જોડીદાર માર્ટીના હિંગીસ સાથે મળીને આ ટાઈટલ જીત્યુ હતુ.

ટક્કર બાદ આસાન જીત

પ્રથમ સેટમાં મેચ ટક્કર ભરી રહી હતી. બંને જોડીએ પ્રથમ 5-5 ગેમ જીતી લીધી હતી. જોકે ત્યારબાદ સાનિયા અને સેન્ડસે મળીને બાકીની બંને ગેમ જીતી લીધી હતી. આમ સેટને ટાઈબ્રેકરમાં જતી બચાવી લીધી હતી, સાથે જ લીડ પણ મેળવી હતી. બીજા સેટમાં આ જોડીને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નહોતો. તેમણે વિરોધીઓને ફક્ત 3 ગેમ જ જીતવા માટે મોકો આપ્યો હતો, આ સાથે જ સાનિયા અને સેન્ડની જોડીએ બીજા તબક્કામાં સ્થાન મેળવી લીધુ હતુ.

 

સાનિયા સિવાય આ ખેલાડીઓથી છે આશા

બીજા રાઉન્ડ પહેલા સાનિયા મિક્સડબલ્સમાં રોહન બોપન્ના સાથે મળીને શુક્રવારે રમત રમશે. સાનિયા ઉપરાંત મહિલા ડબલ્સમાં ભારતીય ખેલાડી અંકિતા રૈના પણ ભાગ લઈ રહી છે. અંકિતા ગુરુવારે પ્રથમ મેચ લોરેન ડેવિસ સાથે મળાીને રમી રહી છે તો પુરુષ ડબલ્સમાં ભારતીય પડકાર રજૂ કરવા માટે રોહન બોપન્ના અને દિવીજ શરણ કોર્ટમાં ઉતરશે. ભારતીય જોડીને એક દિવસ અગાઉ જ ટોકિયો ઓલમ્પિક માટે ક્વોલીફિકેશન નહીં મળતા નિરાશ થવુ પડ્યુ હતુ.

Next Article