AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Championship માં ઈતિહાસ રચ્યા બાદ વિનેશ ફોગાટે કેમ કહ્યું-કાશ હું છોકરો હોત!

વિનેશ ફોગાટે (Vinesh Phogat) સર્બિયામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વિશ્વ ચેમ્પિયનશિપ (World Wrestling Championship) માં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે.

World Championship માં ઈતિહાસ રચ્યા બાદ વિનેશ ફોગાટે કેમ કહ્યું-કાશ હું છોકરો હોત!
Vinesh Phogat એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 11:09 PM
Share

ભારતની ત્રણ વખતની કોમનવેલ્થ સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી વિનેશ ફોગાટે (Vinesh Phogat) તાજેતરમાં સમાપ્ત થયેલ વિશ્વ ચેમ્પિયનશીપ (World Wrestling Championship) માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા રેસલર બની છે. વિનેશ ફોગાટ હાથમાં બ્રોન્ઝ લઈને પોડિયમ પર ઊભી હતી. તેનો ચહેરો નિરાશ હતો અને પીડા સ્પષ્ટ દેખાતી હતી. દર્દ માત્ર ગોલ્ડ ગુમાવવાનું નહોતું. ત્યાં ઉભી વિનેશ તેના ભાગ્યને કોસતી હતી કે આ મહત્વની ટુર્નામેન્ટ વખતે તે પીરિયડમાં કેમ આવી?

સ્ત્રીઓ માટે પીરિયડ્સનો સમય મુશ્કેલ છે

તમને આ વાત વિચિત્ર લાગી શકે છે કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે મહિલા ખેલાડીઓને મેદાન પર રમતી જોઈએ છીએ, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે તેમનું શરીર સામાન્ય મહિલા જેવું છે, જેને દર મહિને પીરિયડ્સમાંથી પસાર થવું પડે છે. પીરિયડ્સ દરમિયાન દરેક સ્ત્રીનું શરીર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. કોઈને ખ્યાલ પણ નથી આવતો તો કોઈ એટલી પીડામાંથી પસાર થાય છે કે પથારીમાંથી ઊઠવું પણ મુશ્કેલ થઈ જાય છે. દરેક વ્યક્તિની પીડા ઘટાડવાની રીતો પણ અલગ-અલગ હોય છે અને દરેકના શરીર પર તેની અસર પણ અલગ-અલગ હોય છે.

વિનેશ વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા પીરિયડ્સમાંથી પસાર થઈ રહી હતી

વિશ્વ ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં હાર્યા બાદ વિનેશને રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચ રમવાની તક મળી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણીને એવું નથી લાગતું કે તેણીને રેપચેજમાં રમવાની તક મળી છે, તો વિનેશે જવાબમાંએક મીડિયા અહેવાલ મુજબ કહ્યું, “હું જાણતી નથી કે હું ભાગ્યશાળી છું કે મને રેપચેજ માટે તક મળી કે હું માત્ર નસીબદાર. ટુર્નામેન્ટ પહેલા જ મને પીરિયડ્સ આવી ગયા.’

વિનેશની પીડા તેના હાસ્યમાં પણ છલકાઈ રહી હતી. તેણે કહ્યું, ‘ક્યારેક ક્યારેક લાગે છે કે છોકરો હોત તો સારુ હોત. મેં પહેલીવાર એન્ટિ-પિરિયડ દવા લીધી હતી પરંતુ દુબઈમાં મને પીરિયડ્સ આવ્યા અને મને લાગ્યું કે 10 મહિનાની મહેનત વ્યર્થ થઈ ગઈ છે. પીરિયડ્સની સાથે વિનેશે વજન પણ ઘટાડવું પડ્યું હતું. આ કારણથી તેણે ખાવાનું પણ ઓછું કર્યું. જોકે, પીરિયડ્સ, ટ્રેનિંગ વચ્ચે તેના શરીરને સાજા થવાની તક મળી ન હતી અને તેની અસર રમત પર પણ જોવા મળી હતી અને તે પહેલી મેચ 0-7 થી હારી ગઈ હતી.

ઈજાનો ડર વિનેશને સતાવી રહ્યો હતો

વિનેશે કહ્યું કે, ‘મેં મારું બધું મેટ પર આપી દીધું અને કોઈ કસર છોડી નહીં પરંતુ ક્યારેક શરીર સાથ આપતું નથી. આવું તમામ મહિલા ખેલાડીઓ સાથે થાય છે, કોઈ બોલતું નથી, કોઈ સહન કરતું નથી.’ વિનેશ સાથે આવું પહેલીવાર બન્યું નથી. વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેણીએ પીરિયડ્સમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તેને ઈજા થઈ હતી. રિસર્ચ મુજબ પીરિયડ્સ દરમિયાન હાડકાં નબળા થઈ જાય છે. આ ડર વિનેશને પણ સતાવી રહ્યો હતો. જોકે તે ઈજાગ્રસ્ત થયા વિના બ્રોન્ઝ જીતવામાં સફળ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">