વિનેશ ફોગાટ ભારત પહોંચી, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

|

Aug 17, 2024 | 11:27 AM

કુસ્તીબાજ વિનેશ ફોગાટ ભારત પરત ફરી છે. 17 ઓગસ્ટ, શનિવારે સવારે 10.52 કલાકે વિનેશ દિલ્હી એરપોર્ટ પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી, તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં સિલ્વર મેડલ માટે કાનૂની લડાઈ લડી, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.

વિનેશ ફોગાટ ભારત પહોંચી, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Vinesh Phogat

Follow us on

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર વિનેશ ફોગાટ ભારત પહોંચી ગઈ છે. વિનેશ સવારે 10.52 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશના સ્વાગત માટે એક કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત તે દ્વારકા એક્સપ્રેસ-વેથી હરિયાણાના ચરખી દાદરીના બલાલી ગામ સુધી રોડ શો કરશે.

કાર્યક્રમ માટે રૂટ મેપ તૈયાર

વિનેશ ફોગાટના ભાઈ હરવિન્દ્ર ફોગાટે જણાવ્યું કે આ કાર્યક્રમ માટે રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. તે સાંજ સુધીમાં તેના ગામ પહોંચશે, જ્યાં તેના માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વિનેશને આવકારવા માટે બલાલીમાં લાડુ સહિત અનેક મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. ખરાબ હવામાનને જોતા ગામમાં વરસાદથી બચવા માટે ટેન્ટ લગાવવામાં આવ્યા છે.

રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ
Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી

 

વિનેશ ફોગાટ ભાવુક થઈ

વિનેશ ફોગાટના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર સેંકડો સમર્થકો એકઠા થયા છે. વિનેશનું સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનો પ્રેમ જોઈને ભારતીય રેસલર ભાવુક થઈ ગયા. વિનેશે હાથ જોડીને તમામનો આભાર માન્યો હતો.

 

બજરંગ પુનિયા-સાક્ષી મલિક એરપોર્ટ પહોંચ્યા

વિનેશ ફોગટની માતા પણ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી અને પુત્રીનું સ્વાગત કર્યું હતું. વિનેશ સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ એરપોર્ટ પર હાજર છે. દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે ઢોલ વગાડવામાં આવી રહ્યો છે અને ત્યાં હાજર લોકો જોરશોરથી ડાન્સ કરી રહ્યા છે. વિનેશના ગામ બલાલીમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: BCCI ભારત-બાંગ્લાદેશ સિરીઝમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવા નથી માંગતું, જય શાહે જણાવ્યું કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:04 am, Sat, 17 August 24

Next Article