આર્જેન્ટિનાના લોકર રુમના વીડિયો થયા વાયરલ, ચેમ્પિયન બન્યા બાદ આર્જેન્ટિના ખેલાડીઓએ આ રીતે કરી ઊજવણી

|

Dec 19, 2022 | 5:46 PM

આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ ત્રીજીવાર ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. ચેમ્પિયન બન્યા બાદ ટીમના ખેલાડીઓના લોકર રુમના કેટલાક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આર્જેન્ટિનાના લોકર રુમના વીડિયો થયા વાયરલ, ચેમ્પિયન બન્યા બાદ આર્જેન્ટિના ખેલાડીઓએ આ રીતે કરી ઊજવણી
Video of Argentina locker room
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમને પેનલટી શૂટઆઉટમાં હરાવીને ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી. આ જીત સાથે આખી દુનિયામાં મેસ્સી અને આર્જેન્ટિના ટીમના ખેલાડીઓ ઝૂમી ઉઠયા હતા.ખેલાડીઓથી લઈને દુનિયાના ખૂણે ખૂણે મેચ જોઈ રહેલા ફેન્સે આ જીતની ઊજવણી કરી હતી. ભવ્ય જીતની ઊજવણીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે. તેની સાથે સાથે આર્જેન્ટિના ખેલાડીઓના લોકર રુમના પણ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં મેસ્સી સહિતના ખેલાડીઓ જીતની ઊજવણી કરતા જોવા મળી રહ્યા છે. આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપમાં વર્ષ 1978 અને વર્ષ 1986 બાદ ત્રીજીવાર ચેમ્પિયન બની છે. આ સાથે જ મેસ્સીનું વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરુ થયુ હતુ. મેસ્સીની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. હવે પછી મેસ્સી કલબ ફૂટબોલમાં રમતો જોવા મળશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

લોકર રુમમાં જીતની ઉજવણી

 

 

મેચમાં શું થયુ ?

આર્જેન્ટિના મહાન ફૂટબોલર મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી. મેસ્સીની વર્લ્ડકપની આ 26મી મેચ હતી. આ સાથે તેણે સૌથી વધારે વર્લ્ડકપ મેચ રમવાોનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. આ રોમાંચક મેચમાં મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી.

ફાઈનલમાં મેસ્સીના ગોલ સાથે જ તે વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની મેચ, કવાર્ટર ફાઈનલ મેચ, પ્રી કવાર્ટર ફાઈનલની મેચ, સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચમાં ગોલ કરવાર ફિફા ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે.

ફ્રાન્સની આજની ફાઈનલ મેચમાં 6 ખેલાડીઓ એવા હતા, જેમણે વર્ષ 2018માં પણ ફ્રાન્સ માટે મેચ રમ્યા હતા. ફ્રાન્સની ટીમે બીજા હાફમાં ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.

રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી.

મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો.ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé  એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.

Published On - 2:55 am, Mon, 19 December 22

Next Article