Deaflympics-2021: ભારતને મળ્યો ચોથો ચંદ્રક, વેદિકા શર્માએ શુટીંગમાં બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યુ

|

May 06, 2022 | 10:13 PM

બ્રાઝિલમાં રમાઈ રહેલી ડેફલિમ્પિક્સ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ ચાર મેડલ જીત્યા છે, જેમાંથી ત્રણ મેડલ માત્ર શૂટિંગમાં જ મળ્યા છે. ટૂર્નામેન્ટના પાંચમા દિવસે ભારતના હિસ્સામાં મેડલ પણ આવી ગયા છે.

Deaflympics-2021: ભારતને મળ્યો ચોથો ચંદ્રક, વેદિકા શર્માએ શુટીંગમાં બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યુ
Vedika sharma એ કાંસ્ય ચંદ્રક જીત્યો છે

Follow us on

હાલમાં બ્રાઝિલના કેક્સિયાસ દો સુલમાં ડેફલિમ્પિક્સ-2021 (Deaflympics 2021) નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભારતીય ખેલાડીઓ અહીં પોતાની રમતથી પ્રભાવિત કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભારતના ત્રણ મેડલ હતા. ગેમ્સના પાંચમા દિવસે ભારતની ઝોળીમાં મેડલ આવી ગયો છે. આ મેડલ તેમને વેદિકા શર્માએ આપ્યો છે. વેદિકા શર્મા (Vedika Sharma) એ 24મી ડેફ એન્ડ ડમ્બ (મુક-બધિકર) ઓલિમ્પિકની મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં શૂટિંગ (Shooting) માં ભારતનો આ ત્રીજો અને એકંદરે ચોથો મેડલ છે. આમ ભારતને સારા સમાચાર બ્રાઝિલ થી મળી રહ્યા છે.

વેદિકાએ સ્પર્ધાના ચોથા દિવસે ફાઇનલમાં 207.2નો સ્કોર કર્યો હતો. તેણીએ ચીની તાઈપેની કાયો યા ત્ઝુને પાછળ છોડી દીધી, જેણે આઠ મહિલા ફાઇનલમાં 232ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો. યુક્રેનની ઇન્ના અફોનચેકે 24 શોટની ફાઇનલમાં 236.3ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ ખેલાડીઓએ મેડલ જીત્યા હતા

અગાઉ ત્રીજા દિવસે, ધનુષ શ્રીકાંતે પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને શૌર્ય સૈનીએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને શૂટિંગમાં બે મેડલ અપાવ્યા હતા. ભારતને બેડમિન્ટન મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સાથે, ભારત પાસે હવે આ ગેમ્સમાં ચાર મેડલ છે, જે તે ટેબલમાં આઠમા સ્થાને છે.

આ ખેલાડી મેડલ ચૂકી

મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બે ભારતીય શૂટર્સ હતા, જેમાં પ્રાંજલિ ધૂમલ પણ ફાઇનલમાં ક્વોલિફાય થઈ હતી પરંતુ મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી અને ચોથા સ્થાને રહી હતી. જો કે, તેણીએ 561ના સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું જેમાં વેદિકાએ 538ના સ્કોર સાથે આઠમું અને અંતિમ ક્વોલિફાય કર્યું હતું. મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બે ભારતીયો ફાઇનલમાં પહોંચી હતી પરંતુ મેડલ જીતી શકી ન હતી.પ્રીશા દેશમુખ ચોથા અને નતાશા જોશી સાતમા ક્રમે રહી હતી.

Published On - 10:10 pm, Fri, 6 May 22

Next Article