Serena Williamsની નિવૃત્તિનું કાઉન્ટડાઉન શરૂ, ટેનિસ સ્ટારે આપ્યો સંકેત

|

Aug 10, 2022 | 3:14 PM

સેરેના વિલિયમ્સ (Serena Williams) ની ગણના ટેનિસની મહાન મહિલા ખેલાડીઓમાં થાય છે, તેના નામે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.

Serena Williamsની નિવૃત્તિનું કાઉન્ટડાઉન શરૂ, ટેનિસ સ્ટારે આપ્યો સંકેત
Serena Williamsની નિવૃત્તિનું કાઉન્ટડાઉન શરૂ
Image Credit source: PTI

Follow us on

Serena Williams : ટેનિસ જગતની મશહુર ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સે મંગળવારના રોજ તેના ચાહકોને એક ઝટકો આપ્યો છે. સેરેનાએ એવી જાહેરાત કરી છે કે જેનાથી ટેનિસ (Tennis) ચાહકો નિરાશ થશે. સેરેનાએ એક ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટ શેર કરી કહ્યું કે, તેનું ટેનિસ કરિયર (Tennis career) હવે અંતિમ પડાવ પર છે. 23 વખતની ગ્રાન્ડ સ્લૈમ (Grand Slam)વિજેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેનું રિટાયરમેન્ટનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે.સેરેનાએ કહ્યું કે તે ટેનિસથી દૂર રહેવા માટે તૈયાર છે, જ્યાં તેનું ધ્યાન વ્યવસાયિક હિતોની સાથે તેના બીજા બાળકના જન્મ વિશે વિચારવા પર રહેશે.

સેરેનાએ વોગ મેગેઝીનમાં પોતાના આર્ટિકલમાં કહ્યું કે, હું આ મહિને 41 વર્ષની થઈશ અને મારે અન્ય બાબતોમાં સમય આપવો પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અન્ય વસ્તુઓમાં ધ્યાન આપવા માંગે છે

 

 

સેરેનાએ તેના લેખની કેટલીક લાઈન ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરી છે.ટેનિસની સ્ટાર ખેલાડીમાં સામેલ સેરેનાએ કહ્યું કે, તે સંન્યાસ શબ્દને પસંદ કરતી નથી અને તેની જીંદગીના આ તબક્કે ટેનિસથી દુર પોતાના માટે સમય અને કામ પર ધ્યાન આપવાનું વિચારી રહી છે. આ કામ તેના માટે ખુબ મહત્વનું છે.યુએસ ઓપનની તૈયારીના ભાગરૂપે સેરેના ટોરોન્ટોમાં નેશનલ બેંક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં રમી રહી છે. કદાચ તે આ ગ્રાન્ડ સ્લેમ બાદ નિવૃત્તિની જાહેરાત કરશે.

કારકિર્દી આવી રહી

જ્યાં સુધી સેરેનાની કારકિર્દીની વાત છે તો તે સાત વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતી ચૂકી છે. ત્રણ વખત ફ્રેન્ચ ઓપન ટ્રોફી તેના હિસ્સામાં આવી છે. તે માત્ર સાત વખત વિમ્બલ્ડન જીતવામાં સફળ રહી છે. છ વખત યુએસ ઓપન ટ્રોફી તેના હિસ્સામાં આવી છે. આ સિવાય તે લંડન ઓલિમ્પિક-2012માં પણ વિજેતા રહી હતી. તેણે આ તમામ સિંગલ કેટેગરીમાં જીત મેળવી હતી. આ સાથે જ તેનું નામ ડબલ્સ કેટેગરીમાં પણ ગ્રાન્ડ સ્લેમ છે. તેણે ડબલ્સ કેટેગરીમાં ચાર વખત ઓસ્ટ્રેલિયન ઓપન, બે વખત ફ્રેન્ચ ઓપન, છ વખત વિમ્બલ્ડન, બે વખત યુએસ ઓપન જીતી છે.

Next Article