Ultimate Kho Kho League: ગુજરાત બાદ ચેન્નઈ અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરવામાં આવી

|

Jun 18, 2022 | 1:56 PM

Kho Kho : આ પહેલાં અલ્ટીમેટ ખો-ખો (Ultimate Kho Kho League) એ અગ્રણી કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપને ગુજરાત (Gujarat) અને તેલંગાણા ફ્રેન્ચાઇઝીના માલીક તરીકે જોડાણની જાહેરાત કરી હતી.

Ultimate Kho Kho League: ગુજરાત બાદ ચેન્નઈ અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરવામાં આવી
Ultimate Kho Kho League (PC: Twitter)

Follow us on

અલ્ટીમેટ ખો-ખો (Ultimate Kho Kho League) એ શુક્રવારે રાજસ્થાન અને ચેન્નઇ ટીમના માલીક તરીકે અનુક્રમે કેપરી અને કેએલઓ સ્પોર્ટ્સનું સ્વાગત કર્યું હતું. આ લીગની પ્રથમ આવૃત્તિ વર્ષ 2022માં શરૂ થવા જઇ રહી છે. કેએલઓ સ્પોર્ટ્સની માલીકીની ટીમનું નામ ચેન્નઇ ક્વિક ગન્સ છે. તો કેપરી ગ્લોબલની રાજસ્થાન સ્થિત ફ્રેન્ચાઇઝીનું નામકરણ હજું બાકી છે.

આ પહેલા ખો-ખો લીગમાં ગુજરાત અને તેલંગાણા ફ્રેન્ચાઇઝીની જાહેરાત થઇ હતી

રમત-ગમત પ્રેમી સંજય જુપુડી અને શ્રીનાથ ચિત્તૂરી કેએલઓ સ્પોર્ટ્સના સહ-માલીકો છે કે જેઓ ભારત અને વિદેશોમાં કન્સ્ટ્રક્શન, ઓટોમોબાઇલ અને આઇટી સેક્ટરમાં સફળ બિઝનેસમેન પણ છે. આ પહેલાં અલ્ટીમેટ ખો-ખોએ અગ્રણી કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપને ગુજરાત અને તેલંગાણા ફ્રેન્ચાઇઝીના માલીક તરીકે જોડાણની જાહેરાત કરી હતી. ડાબર ગ્રૂપના ચેરમેન અમિત બર્મન અને ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો-ખો લીગને પ્રમોટ કરી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અલ્ટીમેટ ખો-ખો (Ultimate Kho Kho League) ના સીઇઓ તેન્ઝિંગ નિયોગીએ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત કોર્પોરેટના નામ ધરાવતી લીગની યાદીમાં કેએલઓ સ્પોર્ટ્સ અને કેપરી ગ્લોબલનું સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ. આ લીગ સાથે અમે ભારતમાં આધુનિક પ્રોફેશનલ સ્ટ્રક્ચર લાવવા માટે કટીબદ્ધ છીએ કે જે ખો-ખોને નવા ઉંચા સ્તરે લઇ જવાની સાથે-સાથે ચાહકોનો જબરદસ્ત આધાર પણ રચશે.

ભુલાઇ ગયેલી રમતને અમે દરેક ઘરમાં લઇ જવી છેઃ ચેન્નઈ ફ્રેન્ચાઇઝીના સહ સ્થાપક

કેએલઓ સ્પોર્ટ્સના સહ-સ્થાપક અને કેન્ટેલીના સ્થાપક સંજય જુપુડીએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં ખો-ખોને મુખ્યધારાની રમત બનાવવામાં મદદરૂપ બનવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમારું માનવું છે કે ફ્રેન્ચાઇઝીમાં જબરદસ્ત સંભાવનાઓ છે અને તે ભુલાઇ ગયેલી રમતને ફરીથી દરેક ઘરમાં લાવી શકે છે. પાયાના સ્તરે રોકાણ કરવા ઉપરાંત કેએલઓ સ્પોર્ટ્સ પ્લેટફોર્મની રચના કરવામાં પણ જંગી રોકાણ કરશે કે જે ચાહકોને જોડશે તથા તમામ સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝી માટે રોલ મોડલ બનશે.

અલ્ટીમેટ ખો-ખો સાથે જોડાણ અંગે વાત કરતાં કેપરી ગ્લોબલના મેનેજિંગ ડાયરેક્ટ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, અમે સ્વદેશી રમતને પ્રોત્સાહન આપતી એકંદર સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમનો હિસ્સો બનવા માગીએ છીએ તથા રમત-ગમત ક્ષેત્રે અગ્રણી દેશ બનવાની ભારતની સફરને સક્ષમ કરવામાં ભૂમિકા ભજવવા ઇચ્છીએ છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ખો-ખો સૌથી સુગમ રમત પૈકીની એક છે અને મોટી સંખ્યામાં લોકો ખો-ખો રમે છે. અમારું લક્ષ્ય પાયાના સ્તરે તાલીમની સુવિધા પ્રદાન કરવાનું છે. અમે અલ્ટીમેટ ખો-ખો સાથે શરૂઆતથી જ જોડાણ કરવા અંગે ઉત્સાહિત છીએ. વ્યક્તિગતરૂપે હું રમત-ગમતમાં ખૂબ જ ઉત્સાહ ધરાવું છે અને મારું માનવું છે કે ભારતમાં જબરદસ્ત પ્રતિભા છે, જેમને યોગ્ય રીતે ઉછેરવાની જરૂર છે. અલ્ટીમેટ ખો-ખોએ સોની નેટવર્કના સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. તો સોનીની ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ ઉપર અંગ્રેજી અને બીજી પ્રાદેશિક ભાષાઓમાં લીગ પ્રસારિત કરવામાં આવશે.

Next Article