Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત

|

Jul 24, 2021 | 10:58 AM

અમદાવાદની ઇલાવેનિલ (Elavenil Valarivan) અને અપૂર્વી ચંદેલાએ શરુઆત શાનદાર કરી હતી. પરંતુ તે આગળ જતા શરુઆતનો પ્રયાસ આગળ જાળવી શક્યા નહોતા. ઇલાવેનિલ 16 માં ક્રમાંકે રહી હતી. આમ મહિલા 10 મીટર એર રાઇફલમાં મેડલની આશા ખતમ થઇ ચુકી છે.

Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત
Elavenil Valarivan-Apurvi Chandela

Follow us on

ભારતીય શૂટિંગ વિશ્વમાં ચોક્કસપણે જાણીતુ છે, પરંતુ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ની શૂટિંગ રેન્જમાં તેની શરૂઆત નિરાશાજનક રહી છે. શૂટિંગમાં પહેલી ઇવેન્ટ મહિલાઓની 10 મી. એર રાઇફલ (women’s 10m air rifle event) હતી. જેમાં ભારતની ઇલાવેનિલ (Elavenil Valarivan) અને અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) ક્વોલિફિકેશન રાઉન્ડમાં લક્ષ્ય ચૂકી ગયા હતા. આ બંને ભારતીય શૂટરમાંથી કોઈ પણ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શક્યું ન હતું.

ઇલાવેનિલે, તેની પ્રથમ ઓલિમ્પિક્સ રમીને, 626.5 ના સ્કોર સાથે 16 મા સ્થાને રહી હતી. જ્યારે વધુ અનુભવી અપૂર્વીના હાલ તો વધારે ખરાબ હતા. અસાકાની શૂટિંગ રેન્જમાં, અપૂર્વીએ તેના શુટીંગથી 621.9 બનાવ્યા અને 36 માં સ્થાને રહી હતી.

અપુર્વી અને ઇલેવેનિલ 10 મી. એર રાઇફલ ઇવેન્ટમાં શરુઆત જોરદાર કરી હતી, પરંતે તે તેને ટકાવી શક્યા નહીં. 21 વર્ષીય ઇલાવેનિલે મેચમાં ટકી રહેવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો, પણ તે સફળ થઈ શકી નહોતી. તે ત્રીજી સિરીઝ સુધી મેચમાં રહી, પરંતુ પાંચમી અને છઠ્ઠી સિરીઝના સમય સુધીમાં તે નીચે સરકી ગઈ હતી. ટોક્યોમાં 36 મા ક્રમે રહેલી અપૂર્વી, અગાઉ પણ રિયોમાં 34 મા ક્રમે રહી હતી. એટલે કે, તેનું પ્રદર્શન ઓલિમ્પિક શૂટિંગ રેન્જમાં સુધરવાને બદલે બગડ્યું હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નોર્વેના શૂટરે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો

નોર્વેની જેનેટ હેગ ને ક્વોલિફીકેશન રાઉન્ડ માટે એક નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. તેણે 632.9 પોઇન્ટ મેળવીને ટોચ પર રહી ફાઇનલ ટિકિટ મેળવી હતી. સાઉથ કોરિયાની હિમૂન પાર્ક 631.7 સાથે બીજા સ્થાને રહી હતી. જ્યારે અમેરિકાની મેરી કેરોલિન મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ, માટેના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 631.4 સાથે ત્રીજા સ્થાને રહી હતી.

અન્ય મોટા નામ ધરાવતા શૂટર પણ નિરાશ

જોકે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં, ભારતીય શૂટર જ મેડલનુ નિશાન નથી તાકી શક્યા નથી એવુ નથી. અન્ય ઘણા મોટા નામો પણ 10 મીટર એર રાઇફલમાં છે, જે મહિલાઓ પણ નિરાશ છે. જે 10 મી એર રાઇફલ ઇવેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ. જેમાં સોફિયા, યુલિયા, મેજારોઝ, ઝીવા, ઇલી આવા કેટલાક શૂટરના નામ રહ્યા હતા.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકાએ બચાવી આબરુ, ભારત સામે 3 વિકેટે જીત, ભારતે 2-1થી સિરીઝ પર કબ્જો જમાવ્યો

Next Article